ઑક્ટોબરમાં છૂટક મોંઘવારી દર ૭.૬૧% નોંધાયો

0
16
Share
Share

ઓક્ટોબરમાં છૂટક મોંઘવારી દર છ વર્ષના સૌથી ઉચ્ચત્તમ સ્તરે

ન્યુ દિલ્હી,તા.૧૩

ભારતમાં છૂટક મોંઘવારી દર ઑક્ટોબરમાં ૬ વર્ષના સૌથી ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો હતો. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પલેમેન્શન અનુસાર મે ૨૦૧૪ પછી ઓક્ટોબર ૨૦૨૦માં સૌથી વધુ મોંઘવારીની માર પડી છે. ઓક્ટોબર ૨૦૨૦માં કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ -સીપીઆઇ પર આધારિત રિટેલ મોંઘવારીનો દર ૭.૬૧ ટકા રહ્યો છે જે સપ્ટેમ્બર ૨૦૨૦ માં ૭.૨૭ ટકા હતો

ખાદ્ય પદાર્થોના ભાવમાં ભારે વધારો થવાને કારણે ઓક્ટોબરમાં સીપીઆઇ ૭.૬૧ ટકા સુધી પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન ફૂડ ઇન્ફલેશન ૧૧ ટકા પર પહોંચી ગયો છે.શાકભાજી અને કઠોળના ભાવમાં વધારાને કારણે છ વર્ષમાં છૂટક મોંઘવારી સૌથી વધારે થઇ ગયો છે. સરકારે આરબીઆઇને રિટેલ મોંઘવારીના દરને ૨ થી ૬ ટકાની રેન્જમાં રાખવા જણાવ્યું છે. મોંઘવારીનો દર ૬ ટકા કરતા વધારે છે તો લોકો પર મોંઘવારીથી અસર પડી છે.

છૂટક મોંઘવારીના વધેલા સ્તરથી આવનારા સમયમાં વ્યાજ દર અનુકૂળ રહેવાની આશા ઉપર પાણી ફરીવળ્યું છે. મોંઘવારીને કારણે રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા માટે વ્યાજના દરમાં ઘટાડો ગ્રોથને બૂસ્ટ આપવાનો પ્રયાસ વધુ મુશ્કેલ બની શકે છે. ખાદ્ય ચીજોને સસ્તી થવાથી ઓગસ્ટ ૨૦૨૦ માં છૂટક મોંઘવારીમાં થોડી રાહત હતી અને તે જુલાઈમાં ૬.૭૩ ટકાના સ્તરથી ઓછી થઇને ૬.૬૯ ટકા પર આવી ગઇ હતી. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં એકવાર ફરી છૂટક મોંઘવારી દર વધ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here