ઐશ્વર્યા રાય બચ્ચનનું સ્ટેજ ડાન્સમાં ધમાકેદાર પરફોર્મન્સ

0
16
Share
Share

ઐશ્વર્યા રાયનો જૂનો થ્રોબેક વીડિયો વાયરલ

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ભલે ફિલ્મોમાં જોવા ના મળતી હોય પણ તેનો દબદબો આજે પણ યથાવત

મુંબઈ,તા.૧૩

બોલીવુડ એક્ટર ઐશ્વર્યા રાય બચ્ચન ભલે ફિલ્મોમાં જોવા ના મળતી હોય પણ તેનો દબદબો આજે પણ યથાવત છે. આજે પણ ઐશ્વર્યા રાયના ફેન્સ તેને ફિલ્મોમાં જોવા માગે છે. પરંતુ આજકાલ ઐશ્વર્યા રાયનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેનું પરફોર્મન્સ જોઈને ફેન્સ ઘણાં રાજી થઈ રહ્યા છે. આ વીડિયોમાં ઐશ્વર્યા રાય સ્ટેજ પર ડાન્સ કરતી દેખાય છે. ઐશ્વર્યા રાયનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે તેણે આઈફા એવોર્ડ દરમિયાન કરેલા ડાન્સનો છે, જે વર્ષ ૨૦૦૫માં આયોજિત થયો હતો. આ વીડિયોમાં દેખાય છે કે એક્ટ્રેસ સુપરહિટ થયેલા સોંગ પર ડાન્સ કરી રહી છે. વીડિયોને યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. ઐશ્વર્યાએ હાલમાં જ પોતાનો ૪૭મો જન્મદિવસ મનાવ્યો હતો, અને તેના જન્મદિવસ પર પણ ઘણાં વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા હતા. આ સિવાય રાધેશ્યામ સીતારામ ફિલ્મ છે તેનો જાણીતા ગીત  મેરા દિલ હાયે દિલના શૂટિંગ સમયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ગીતની કોરિયોગ્રાફી દરમિયાન થતા મેકઅપ અને અલગ-અલગ સ્ટેપ્સ કરતી ઐશ્વર્યા વીડિયોમાં જોવા મળે છે. ઐશ્વર્યા લગ્ન પછી લગભગ બોલીવુડમાં ભાગ્યે જ જોવા મળે છે. છેલ્લે તેણે ફન્ને ખાન ફિલ્મમાં કામ કર્યું હતું. આગામી સમયમાં ઐશ્વર્યા મેલફિસેન્ટઃ મિસ્ટ્રેસ ઓફ ઈવિલના હિન્દી વર્ઝનમાં જોવા મળશે અને તેમાં તે એન્જલીના જોલીવાળું પાત્ર ભજવતી જોવા મળવાની છે. આ ફિલ્મ માટે ઐશ્વર્યાએ એન્જલીના જોલી જેવો લૂક કર્યો હતો જે પણ ફેન્સને ઘણો પસંદ પડ્યો હતો. એક્ટ્રેસે હમણાં થોડા દિવસ પહેલા પેરિસ ફેશન વીકમાં ડેબ્યુ કર્યું હતું. આ સિવાય તે મણિત્નમ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં નજર આવી શકે છે. સાથે જ તે અનુરાગ કશ્યપની ’ગુલાબ જામુનમાં પણ જોવા મળી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here