ઐશ્વર્યા-અભિષેક આરાધ્યનો જન્મદિન સાદગીથી ઉજવશે

0
19
Share
Share

બચ્ચન પરિવારે કોરોનાને ધ્યાનમાં રાખીને દિવાળી પાર્ટી રદ્દ કરી છે એ દરમિયાન જ આરાધ્યનો જન્મ દિવસ આવશે

મુંબઈ,તા.૧૪

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યાનો બર્થ ડે ૧૬મી નવેમ્બરે છે. બચ્ચન પરિવારમાં આરાધ્યાના બર્થ ડેની ઉજવણી ખાસ રીતે થતી હોય છે. દર વર્ષે આરાધ્યાના બર્થ ડે પર ડિઝની કેરેક્ટર્સની થીમ રાખવામાં આવે છે, જો કે આ વખતે તેના માતા-પિતાએ સાદગીથી સેલિબ્રેશન કરવાનું નક્કી કર્યું છે. એક ન્યૂઝ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે, દેશમાં મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઐશ્વર્યા અને આરાધ્યા આ વર્ષે તેમની લિટલ એન્જલ માટે ગ્રાન્ડ પાર્ટી હોસ્ટ કરવાના નથી. તેઓ સેલિબ્રેશનને માત્ર કેક કટ કરવા પૂરતું સીમિત રાખશે. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે, આ દિવસ પરિવાર માટે ખાસ છે. તેથી ઐેશ્વર્યા અને અભિષેકનો ઉદ્દેશ તેને શક્ય એટલો સ્પેશિયલ બનાવવાનો છે. ગયા વર્ષે બચ્ચન પરિવારે આરાધ્યાનો બર્થ ડે ધામધૂમથી ઉજવ્યો હતો. જેમાં શાહરુખ ખાન, આમિર ખાન, અક્ષય કુમાર, ફરાહ ખાન, સંજય દત્ત સહિતના સેલેબ્સ તેમના બાળકો સાથે હાજર રહ્યા હતા. આ દરમિયાન, બચ્ચન પરિવારે ઋષિ કપૂર અને શ્વેતા બચ્ચન નંદાના સાસુ રિતુ નંદાનું નિધન થતાં દિવાળી પાર્ટીનું આયોજન પણ રદ્દ કર્યું છે. અભિષેક બચ્ચને હાલમાં જ એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટતા કરી હતી કે, કોરોના મહામારી અને પરિવારમાં થયેલા અવાસનના કારણે તેમણે આ વખતની દિવાળી પાર્ટી રદ્દ કરી છે. તેણે કહ્યું હતું કે, ’આ વર્ષે અમારા પરિવારમાં એક અવસાન થયું છે. મારી બહેન શ્વેતા બચ્ચન નંદાના સાસુ રિતુ નંદાનું આ વર્ષે નિધન થયું છે. આવા સમયમાં (કોરોના કાળ) પાર્ટીનું આયોજન કોણ કરે? દુનિયા હાલ એક મહામારીનો સામનો કરી રહી છે. આપણે શક્ય હોય તેટલું સાવધાન રહેવું જોઈએ. વધુમાં વધુ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જ વિકલ્પ છે. આ ઈન્ફેક્શન સામે બચી જવાની કોઈ ગેરંટી નથી. ત્યારે દિવાળી પાર્ટી અને બીજા આવા સામાજિક પ્રસંગો વિશે વિચારવું પણ દૂરની વાત છે. જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન કોરોનાથી સંક્રમિત થયા હતા. ચારેય જણા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ પણ થયા હતા. તો શ્વેતા બચ્ચનના સાસુ રિતુ નંદા (સ્વ. ઋષિ કપૂરના બહેન)નું આ વર્ષે જાન્યુઆરી મહિનામાં અવસાન થયું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here