ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા પર આધારિત ભારતઆસિયાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીઃ મોદી

0
22
Share
Share

વડાપ્રધાને ૧૦ દક્ષિણપૂર્વી એશિયન દેશોના સંગઠન આસિયાન વચ્ચે ડિજિટલ શિખર બેઠકની સહ-અધ્યક્ષતા કરી

ભારતની ’ઇન્ડો પ્રશાંત પહેલ’ અને આસિયાનની ’સાઉટલુક ઓન ઈન્ડો પેસિફિક’ની વચ્ચે ઘણી સમાનતાઓ

ન્યુ દિલ્હી,તા.૧૨

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે ભારત અને ૧૦ દક્ષિણપૂર્વી એશિયન દેશોના સંગઠન આસિયાન વચ્ચે ડિજિટલ શિખર બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. આ શિખર સંમેલનને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, ભારત અને આસિયાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ઐતિહાસિક, ભૌગોલિક અને સાંસ્કૃતિક વારસા પર આધારિત છે. આસિયાન સમૂહ શરૂથી ભારતની એક્ટ ઇસ્ટ નીતિના મૂળ કેન્દ્રમાં રહ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારતની ’ઇન્ડો પ્રશાંત પહેલ’ અને આસિયાનની ’સાઉટલુક ઓન ઈન્ડો પેસિફિક’ની વચ્ચે ઘણી સમાનતાઓ છે. ભારત અને આસિયાન વચ્ચે દરેક પ્રકારના સંપર્કને વધારવા અમારી સરકારની મહત્વપૂર્ણ પ્રાથમિકતા છે. તેમાં ભૌતિક, આર્થિક, સામાજિક, ડિજિટલ, સામુદ્રિક વગેરે સંપર્ક સામેલ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ બધા ક્ષેત્રો (ભૌતિક, આર્થિક, સામાજિક, ડિજિટલ, સામુદ્રિક) વધુ નજીક આવતા ગયા છે.

આ શિખર સંમેલનમાં બધા દસ આસિયાન સભ્ય દેશોના નેતાઓ સામેલ થયા હતા. દક્ષિણપૂર્વી એશિયન રાષ્ટ્રના સંગઠન આસિયાનને આ ક્ષેત્રનું સૌથી પ્રભાવશાળી સમૂહ માનવામાં આવે છે. હાલના સમયમાં ભારત, ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયા તેના સંવાદના ભાગીદાર છે. આ શિખર બેઠક તેવા સમય થઈ જ્યારે પૂર્વી લદ્દાખમાં એલએસી પર ચીનની સાથે તણાવ જારી છે. એટલું જ નહીં દક્ષિણી ચીન સાગરમાં પણ ચીનનો આક્રમક વ્યવહાર જોવા મળી રહ્યો છે.

એવું નથી કે ચીને માત્ર ભારતની સાથે આક્રમક વલણ અપનાવ્યું છે. તેનો ઘણા આસિયાન દેશોની સાથે સરહદ વિવાદ ચાલી રહ્યો છે. આસિયાનમાં ઈન્ડોનેશિયા, મલેશિયા, ફિલીપીન્સ, સિંગાપુર, થાઈલેન્ડ, બ્રુનેઈ, વિયતનામ, લાઓસ, મ્યાનમાર અને કંબોડિયા પણ સામેલ છે. આ પહેલા નવેમ્બર ૨૦૧૯મા ૧૯મી આસિયાન-ભારત શિખર બેઠકનું આયોજન થયું હતું. બેન્કોકમાં જોયાયેલી આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો.

આ બેઠકમાં કોરોનાને કારણે આવેલા આર્થિક સંકટમાંથી બહાર આવવા અને વ્યૂહાત્મક સંબંધોને વ્યાપક બનાવવા પર ચર્ચા થઈ હતી. એટલું જ નહીં તેમાં આસિયાન-ભારત વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે સંપર્ક, સમુદ્રી માર્ગ સંબંધી સગયોગ, વેપાર તથા વાણિજ્ય, શિક્ષણ અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ પર વિચાર વિમર્શ થયો હતો. આ બેઠકમાં સામેલ નેતાઓએ આસિયન-ભારત વચ્ચે સંબંધને વધુ મજબૂતી આપતા ઉપાયોની ચર્ચા કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here