એ બેસ્ટ સેલર પુસ્તકો જેને છાપવાનો ઇન્કાર કરાયો હતો….

0
47
Share
Share

સાહિત્યનાં ઇતિહાસમાં મહત્વપુર્ણ સ્થાન પ્રાપ્ત કરનારા કેટલાક પુસ્તકો જે જે તે સમયે બેસ્ટ સેલર બની રહ્યાં હતા તે પુસ્તકો જેવા કે ગોન વીથ ધ વાઇન્ડ અને હેરી પોટરને પ્રકાશકોએ છાપવાનો ઇન્કાર કરી દીધો હતો તેમને લાગતું હતું કે આ પુસ્તકોનું પ્રકાશન તેમના માટે નુકસાનદાયક સાબિત થશે.જો કે ત્યારબાદ વાચકોએ તેમને ખોટા સાબિત કર્યા હતા આ માત્ર જે કે રોલિંગની વાત નથી ઘણાં લેખકોને આ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તેમનાં પુસ્તકોને છાપવાનો પ્રકાશકોએ ઇન્કાર કર્યો હતો અને તે છપાયા બાદ તે પુસ્તકો ઐતિહાસિક સાબિત થયા હતા.

૧૯૪૪માં ગેસ્ટાપોએ એની ફ્રેન્ક અને તેના પરિવારને કોન્સન્ટ્રેશન કેમ્પમાં મોકલી આપ્યા હતા.જેમાંથી એનીનાં પિતા ઓટ્ટો ફ્રાંક જ જીવિત બચવા પામ્યા હતા.તેમની પાસે ત્યારે તેમની પુત્રીની ડાયરી હતી જેમાં તેણે પોતાના અનુભવો લખ્યા હતા તે ડાયરી તેમણે પ્રસિદ્ધ કરવાનો વિચાર કર્યો હતો.આમ તો એની માત્ર પંદરની વયે જ નાઝીઓ દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવી હતી અને તેની આ કથા ત્યારે ટ્રેઝિક હતી.જો કે પ્રકાશકોએ આ પુસ્તક છાપવાનો ઇન્કાર કર્યો હતો તેમને લાગ્યું હતું કે વાચકોને પ્રથમ વિશ્વયુદ્ધની આ કથામાં રસ પડશે નહી કારણકે ત્યારે બીજા વિશ્વયુદ્ધનો પણ આરંભ થઇ ચુક્યો હતો.પ્રકાશકોએ લગભગ સોળ વખત આ પુસ્તકને છાપવાનો ઇન્કાર કર્યો હતો.જો કે ૧૯૪૭માં આ પુસ્તક આખરે છપાયું હતું અને તેની ત્રીસ મિલિયન નકલો ત્યારે વેચાઇ હતી.જો કે આ પુસ્તકની લેખન શૈલીને કારણે તેના પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો.

ઓડ્રી નિફ્ફેન્નેગ્ગર એ અમેરિકાનાં લેખક અને વીઝયુઅલ આર્ટીસ્ટ હતા.તેમણે ત્યારે ધ ટાઇમ ટ્રાવેલર્સ વાઇફ નામનું પુસ્તક લખ્યું હતું જેમાં ટાઇમ ટ્રાવેલ કરી શકતી  વ્યકિત અને તેની પત્ની અંગે વાત કરાઇ હતી જો કે આ પુસ્તકને પ્રકાશિત કરવા માટે લેખકને ફીણ પડી ગયું હતું.વીસ જેટલા પ્રકાશકોએ તેને છાપવાનો ઇન્કાર કરી દીધો હતો.જો કે આ સ્ટોરી જ્યારે સાનફ્રાસિસ્કોનાં એક ઓછા જાણીતા પ્રકાશકનાં હાથમાં આવી ત્યારે તેને આ પુસ્તક અને તેની કથા ગમી હતી અને તેણે આ પુસ્તક છાપવાની તૈયારી બતાવી હતી.આ સ્ટોરી ૨૦૦૩માં છપાઇ હતી અને જોતજોતામાં તે ઇન્ટરનેશનલ સ્તરે પ્રખ્યાત થઇ ગયું હતું અને બેસ્ટ સેલર પુસ્તકોની યાદીમાં સામેલ થયું હતું.તેને બુકસ બોએક પ્રાઇઝ અને બ્રીટીશ બુક એવોર્ડ એનાયત કરાયો હતો.તેના પરથી ૨૦૦૯માં ફિલ્મ પણ બની હતી.ડ્યુન સૌપ્રથમ ૧૯૬૫માં છપાઇ હતી જેનાં લેખક ફ્રાંક હર્બર્ટ હતા જે અમેરિકન હતા આજે આ પુસ્તક લોકપ્રિય સાયન્સ ફિકસનની યાદીમાં સ્થાન પામે છે.જો કે આ પુસ્તક પણ જ્યારે લેખકે લખ્યું ત્યારે તેને છાપવાનો પ્રકાશકોએ ઇન્કાર કર્યો હતો અને એક બે નહી પણ વીસ જેટલા પ્રકાશકોએ તેને છાપવાનો ઇન્કાર કર્યો હતો.આ પુસ્તકમાં અરાકીસ નામનાં વેરાન થઇ ગયેલા ગ્રહની વાત કરાઇ હતી.જો કે આ પુસ્તક છપાયા બાદ તેને નેબ્યુૂલા એવોર્ડ એનાયત કરાયો હતો.જો કે આ પુસ્તક લોકપ્રિય થયા બાદ તેના છ ભાગ પ્રસિદ્ધ કરાયા છે.આ પુસ્તક પરથી જાણીતા દિગ્દર્શક ડેવિડ લિન્ચે ૧૯૮૪માં ફિલ્મ બનાવી હતી.ત્યારબાદ ડેનિસ વિલ્લેન્યુએ પણ અરાઇવલ અને બ્લેડ રનર ૨૦૪૯ બનાવી છે જે ૨૦૨૦માં રીલીઝ થશે.

૧૯૨૬માં જન્મેલા બ્રીટીશ લેખક રિચાર્ડ જ્યોર્જ આદમ્સ બર્કશાયરમાં નિવાસ કરતા હતા.જ્યાં તેઓ રહેતા હતા તે એક પર્વતીય વિસ્તાર હતો અને તેમણે વાસ્તવિક વોટરશીપ ડાઉનનાં દૃશ્યો જોયા હતા.આ ઉપરાંત તેમના શૈશવની કેટલીક બિહામણી વાતો હતી જેમાં એક વ્યક્તિ પોતાના હાથગાડામાં મરેલા સસલા ભરીને જતો હતો તે દૃશ્યો હતા જે તેમને ડરાવી દેતા હતા.એક દિવસ જ્યારે તેના સંતાનોએ તેને વાર્તા કહેવાનું કહ્યું ત્યારે તેમણે વોરેનનાં કબજામાંથી ભાગી નિકળનાર સસલાના એક ઝુંડની વાર્તા બનાવી હતી.આ વાર્તા સંતાનોને કહ્યાં બાદ તેણે તેને લખી પણ હતી જો કે આ કથા લખવામાં આદમ્સને બે વર્ષ લાગી ગયા હતા.જો કે પુસ્તક લખાયું તો હતું પણ તેને માટે પ્રકાશક શોધવામાં આદમ્સને ખાસ્સો પરિશ્રમ કરવો પડ્યો હતો.પ્રકાશકોએ આ નવલકથાને બહુ લાંબી  અને કંટાળાજનક ગણાવી હતી.જો કે ૧૯૭૨માં આખરે રેક્સ કોલિંગે તેને છાપવાની તૈયારી દર્શાવી હતી અને છપાયા બાદ તે બાળકોમાં લોકપ્રિય બની ગઇ હતી.આ પુસ્તક પરથી ૧૯૭૯માં એનિમેશન ફિલ્મ બનાવવામાં આવી હતી.ફિલ્મ જોકે બહુ કરૂણ હતી.ચિકન સુપ ફોર સોલ આમ તો  ૧૯૯૩માં પ્રકાશિત થઇ હતી.આ પુસ્તક બે ભાગમાં છપાયું હતું જેમાં એકનું શિર્ષક હતું ચિકન સુપ ફોર સોલ : અ બુક ઓફ મિરેકલ્સ અને બીજા પુસ્તકનું ટાઇટલ હતું ચિકન સુપ ફોર સોલ : ધ ડેટિંગ ગેમ હતું.આ પુસ્તક જેક કેનફિલ્ડ અને માર્ક વિકટર હેન્સને લખ્યા હતા જે તેમનાં અનુભવો પર આધારિત હતાં.જેમાં તેમણે એ લોકોનાં અનુભવોની વાત કરી હતી જે તેમનાં સંપર્કમાં આવ્યા હતા અને જેણે તેમને પ્રોત્સાહિત કર્યા હતા.જો કે આ પુસ્તકને છાપવાની હિંમત કોઇ પ્રકાશકે બતાવી ન હતી લગભગ ૧૪૪ વખત આ પુસ્તકને છાપવાનો ઇન્કાર કરાયો હતો.જો કે ન્યુયોર્કનાં જાણીતા પ્રકાશકોએ જ્યારે તેને હાથ પણ લગાવવાનો ઇન્કાર કર્યો ત્યારે ફલોરિડાનાં એક ઓછા જાણીતા પ્રકાશક પીટર વેસ્ગોએ તેને છાપવાની તૈયારી દર્શાવી હતી કારણકે તેમને આવી મોટીવેશનલ સ્ટોરી ખુબ જ ગમતી હતી.જ્યારે આ પુસ્તક છપાયું ત્યારે વાચકોએ તેને હાથોહાથ ઉઠાવી લીધુ હતું અને તેની લગભગ અગિયાર મિલિયન નકલ વેચાઇ હતી.હાલમાં આ પુસ્તકનાં અઢીસો કરતા વધારે ભાગ બજારમાં ઉપલબ્ધ છે.

હોરર સ્ટોરીનાં ક્ષેત્રમાં સ્ટીફન કિંગ એક જાણીતું નામ છે અને તેમના પાંત્રીસ કરોડ જેટલા પુસ્તકો વેચાયા છે.જો કે તેમણે જ્યારે તેમની પ્રથમ હોરર સ્ટોરી કેરી લખી જે એક ટીનેજર છોકરીની કથા હતી જેને લાગે છે કે લોકો તેની ઉપેક્ષા કરે છે ત્યારે તે આ તમામની સામે પોતાની ટેલિકાઇનેટિક શક્તિઓનો ઉપયોગ કરીને બદલો લે છે.જો કે કેરીની આ કથાને છાપવાનો પ્રકાશકોએ ઇન્કાર કરી દીધો હતો અને ત્રીસ જેટલા પ્રકાશકોએ તેને અડવાનો પણ ઇન્કાર કર્યો હતો.જો કે આખરે ૧૯૭૪માં તે પ્રકાશિત થઇ હતી.ત્યારે પ્રકાશકોએ આ કથાને નેગેટિવ ગણાવી હતી જો કે  એક પ્રકાશકનાં આવા જ એક પત્રને કિંગે પોતાના શયનખંડમાં સાચવી મુક્યો છે તેમના જણાવ્યા મુજબ આ પ્રકારનાં પત્રોએ જ તેનામાં ઉત્સાહનો સંચાર કર્યો હતો.જો કે પુસ્તક છપાયા બાદ તે બેસ્ટ સેલર સાબિત થયું હતુ અને ત્યારબાદ તો કિંગે પોતાની શિક્ષકની નોકરી છોડીને લેખનને જ વ્યવસાય તરીકે અપનાવી લીધો હતો.૧૯૭૬માં કેરીને ફિલ્મરૂપે પણ બનાવવામાં આવી હતી જેને બે એકેડેમી એવોર્ડ માટે નામાંકિત કરાઇ હતી.જો કે ૨૦૧૩માં પણ તેના પરથી ફિલ્મ બની હતી.આજે હોરરની દુનિયામાં સ્ટીફન કિંગ બેતાજ બાદશાહ છે.

કેચ – ૨૨ ૧૯૬૧માં પ્રકાશિત થઇ હતી જેને અમેરિકન સાહિત્યનાં ઇતિહાસમાં કલાસિક નવલકથા ગણવામાં આવે છે.આ પુસ્તકનાં લેખક છે જોસેફ હેલર.આ પુસ્તકમાં બીજા વિશ્વયુદ્ધનાં સમયમાં બોમ્બાર્ડિયર તરીકે કામગિરી કરનારા કેપ્ટન જહોન યોસ્સેરીનનાં અનુભવોનું આલેખન કરાયું છે.જો કે લેખકે પુસ્તકનું નામ કથાને આધારે નહી પણ તેના પ્રકાશકોની સંખ્યાને આધારે નક્કી કર્યુ હતુ આ પુસ્તક બાવીસ જેટલા પ્રકાશકોએ છાપવાનો ઇન્કાર કર્યો હતો આખરે  સિમોન અને સુસ્ટરે તેને છાપવાની તૈયારી દર્શાવી હતી.આ પુસ્તક અંગે આજે પણ જો કે મિશ્ર પ્રતિક્રિયાઓ જ જોવા મળે છે પણ એ હકીકત છે કે તેની લગભગ દસ મિલિયન નકલો વેચાઇ ગઇ છે.આ પુસ્તક પરથી હુલુએ ૨૦૧૯માં એક ટેલિવિઝન ધારાવાહીક બનાવી હતી.જ્યારે વિલિયમ ગોલ્ડિંગ પોતાનું પુસ્તક લોર્ડ ઓફ ધ ફલાઇઝ પ્રકાશક ફેબર એન્ડ ફેબર પાસે લઇ ગયા ત્યારે તેમણે આ પુસ્તકને વાહિયાત ગણાવ્યું હતું.આ લેખકનો જન્મ ૧૯૧૧માં થયો હતો અને તેમના આ પુસ્તકને છાપવાનો વીસથી વધારે વખત ઇન્કાર કરાયો હતો.જો કે આખરે આ પુસ્તક ૧૯૫૪માં પ્રકાશિત થયું હતું.આ પુસ્તકમાં એવા નવયુવાનિયાઓની વાત હતી જે એક ટાપુ પર વિમાન તુટી જવાને કારણે ફસાઇ જાય છે અને વિચિત્ર પરિસ્થિતિઓમાં પણ તે પોતાની જાતને ટકાવી રાખે છે.આ પુસ્તક છપાયા બાદ બહુ લોકપ્રિય સાબિત થયું હતુ અને ૨૦૦૫માં ટાઇમે તેની ૧૦૦ બેસ્ટ સેલિંગ અંગ્રેજી પુસ્તકોની યાદીમાં તેનો સમાવેશ કર્યો હતો.આ પુસ્તક પરથી ૧૯૯૦માં ફિલ્મ પણ બનાવવામાં આવી હતી.જે.કે.રોલિંગનું નામ આજે તો વિશ્વની સૌથી લોકપ્રિય લેખિકાઓની યાદીમાં સામેલ છે.આ ખ્યાતિ તેમને તેમના હેરી પોટરના પુસ્તકોને કારણે મળી છે પણ મજાની વાત એ છે કે જ્યારે તેમણે આ શ્રેણીનું પ્રથમ પુસ્તક હેરી પોટર એન્ડ ધ સોર્સર સ્ટોન લખ્યું ત્યારે તેને પ્રકાશક મળવો મુશ્કેલ થઇ ગયો હતો.આ પુસ્તક લગભગ બાર જેટલા પ્રકાશકોને મોકલવામાં આવ્યું હતું જેમણે તેને છાપવાનો ઇન્કાર કરી દીધો હતો આખરે બ્લુમ્સબેરીએ તેને ૧૯૯૭માં છાપ્યું હતું અને જોતજોતામાં તે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થઇ ગયું હતું આજે તેના સાત ભાગ પ્રકાશિત થઇ ચુક્યા છે અને તેના પરથી ફિલ્મો પણ બની છે જે સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં સામેલ છે આ પુસ્તકોએ રોલિંગને પણ કરોડપતિ લેખિકા બનાવી દીધી છે.જો કે રોલિંગ કહે છે કે જ્યાં સુધી તમને નિષ્ફળતા ન મળે ત્યાં સુધી સફળતાનો સ્વાદ યાદગાર બનતો નથી.

અમેરિકન લેખક માર્ગારેટ મિચેલે ગોન વીથ ધ વાઇન્ડ લખ્યું હતું જે ત્યારે એટલાન્ટા જર્નલમાં એક પત્રકાર તરીકે કામ કરતી હતી.જો કે શારીરિક ઇજાઓને કારણે તેમને ૧૯૨૬માં નોકરી છોડવી પડી હતી.વન બેડ એપાર્ટમેન્ટમાં તે પોતાના પતિ સાથે રહેતી હતી ત્યારે તેમના પતિએ બોરિયતથી બચવા તેમને ટાઇપરાઇટર આપ્યું હતું.જો કે તેમણે માત્ર એક નવલકથા લખી હતી.આ પુસ્તકમાં માર્ગારેટે પોતાના વ્યક્તિગત અનુભવોને પણ સ્થાન આપ્યું હતું ત્યારે યુદ્ધમાં કામ કરનાર લોકો સાથે તેને વાતચીત થતી હતી અને આ વાતો  તેણે આ નવલકથામાં પરોવી લીધી હતી.જો કે આ પુસ્તકને ૩૮ વખત છાપવાનો ઇન્કાર કરાયો હતો આખરે તે ૧૯૩૬માં છપાયું અને ૧૯૩૭માં મિચેલને પુલિત્ઝર પ્રાઇઝ અપાયું હતું.આખા વિશ્વમાં તેની લાખો નકલો વેચાઇ છે.આ પુસ્તક પરથી બનાવાયેલ ફિલ્મ પણ કલાસિક ફિલ્મોની યાદીમાં મોખરાનું સ્થાન ધરાવે છે.ફિલ્મ જોનારને તો ફિલ્મ પુસ્તક કરતા વધારે શ્રેષ્ઠ લાગે છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here