એસી-ફ્રિજના ફિલ્ડમાં પણ કેરિયર છે

0
17
Share
Share
  • આ ક્ષેત્રમાં બે લાખ કરતા પણ વધારે નોકરીની તક રહેલી છે જેથી…
  • માત્ર ચાર મહિનાનો કોર્સ કરીને કેરિયરને શાનદાર વળાંક આપી શકાય  છે : મજબુત ઇચ્છાશક્તિ અને મક્કમ ઇરાદા સૌથી ઉપયોગી છે

ભારત વર્ષ ૨૦૨૧ સુધી વિશ્વના સૌથી યુવા દેશ બનવાની તૈયારીમાં છે. સ્વાભાવિક છે કે આવી સ્થિતીમાં વધુને વધુ રોજગારની તક શોધી કાઢવાની બાબત પણ ભારતની પ્રાથમિકતા તરીકે છે. ભારતના શિક્ષિત યુવાનો બેરોજગાર રહેવા માટેની કેટલીક બાબતો અને કારણો દેખીતા છે. ભારતમાં શિક્ષિત બેરોજગારની સંખ્યા વધારે હોવાનુ કારણ તેમનામાં પ્રતિભાની કમી છે તે નથી. પરંતુ તેમનામાં નોકરીલક્ષી કુશળતાનો અભાવ છે. કુશળતાની ટ્રેનિંગમાં ભારતીય યુવાનો પાછળ રહી ગયા છે. આજે પણ કેટલાક એવા ક્ષેત્રો છે જેમાં નોકરી તો છે પરંતુ લોકોમાં જાણકારીનો અભાવ છે. એર કન્ડિશનર અને રેફ્રિજરેશન એવા જ ક્ષેત્ર તરીકે છે. જેમાં પણ નોકરીની વ્યાપક તક રહેલી છે. એક અંદાજ મુજબ આ ક્ષેત્રમાં બે લાખી વધારે ટ્રેનિંગ લીધેલા અને કુશળ લોકોની જરૂર છે. એસી અને ફ્રિજના ક્ષેત્રમાં સ્કિલ ગેપ ભરવા માટે શોર્ટ ટર્મ કોર્સ મારફતે કુશળતા મેળવી શકાય છે. ઇસરે શોર્ટ ટર્મ કોર્સ ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે. ઇસરે હીટિંગ, વેન્ટિલેશન , એસી, અને રેફ્રિજરેશનના ક્ષેત્રમાં એક અગ્રમી ટેકનિકલ સોસાયટી છે. ઇસરે ઇન્સ્ટીટ્‌.ુટ ઓફ એક્સીલન્સ (આઇઆઇઇ) એસી અને ફ્રિજના ક્ષેત્રમાં લાંબા સમયથી ટ્રેનિંગ આપે છે. તેની ખુબ બોલબાલા પણ છે. તેમાં ટ્રેનિંગ મેળવી લીધા બાદ આ ક્ષેત્રમાં પણ કેરિયર બનાવી શકાય છે. ઇસરે પોતાના સર્ટિફાઇડ પ્રોફેશનલ પ્રોગ્રામ (આઇસીપી) મારફતે પ્રોફેશનલોને અને એન્ટ્રી લેવલ પર રાહત આપે છે. પ્રોગ્રામ મારફતે આ ક્ષેત્રમાં નવા વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપીને તેમની કેરિયર બનાવવા માટેની તક આપે છે. વર્તમાન સમયમાં આ ક્ષેત્રમાં ટ્રેનમિગં લઇને સારી રકમ એકત્રિત કરી શકાય છે. હાલના સમયમાં એસી અને ફ્રિજ દરેકના ઘરમાં રહેલા છે અને તેમાં ખરાબી થવાની બાબત પણ સ્વાભાવિક રીતે રહેલી છે. આ ફિલ્ડની પસંદગી કરીને પણ જંગી કમાણી કરી શકાય છે. ઇસરેના સર્ટિફાઇડ પ્રોફેશનલ પ્રોગ્રામથી વિદ્યાર્થીઓ ક્લીનરૂમ સર્ટિફિકેશન, એર કન્ડીશનિંગ ડિઝાઇન અને એર કન્ડીશનિંગમાં ટ્રેનિંગ મેળવી શકે છે. તમે ઇસરે સંસ્થામાં તાલીમ લીધા બાદ જરૂરી કુશળતા વિકસિત કરી શકો છો. ઇસરેથી કોર્સ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આપને નોકરી માટે ભટકવાની કોઇ જરૂર નથી. ઇસરે દર વર્ષે પોતે જોબ જક્શન પ્રોગ્રામનુ આયોજન કરે છે. તેના ત્યાં કોર્સ કરી ચુકેલા વિદ્યાર્થીઓને સારી રીતે નોકરી મળ શકે તે માટે આનુ આયોજન કરવામાં આવે છે. જોબ જક્શન પ્રોગ્રામમાં એમ્પ્લોયર નોકરી આપવાના મામલે વિદ્યાર્થીઓનો સીધો સંપર્ક કરે છે. વિદ્યાર્થીઓને ટ્રેનિગ પણ આપવામાં આવે છે. આ સંસ્થામાં વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાની ટ્રેનિંગ આપવામાં આવે છે જે વિદ્યાર્થીઓને નોકરી આપવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. એસી અને ફ્રીજ જેવા ક્ષેત્રમાં પણ કેરિયર બનવવા માટેની તમામને સારી તક રહેલી છે. નિષ્ણાંતો કહે છે કે આધુનિક સમયમાં શિક્ષણની સાથે સાથે કોઇને કોઇ પ્રકારે કુશળતા રહે તે જરૂરી છે. હાથની કુશળતા દરેક વિદ્યાર્થીઓમાં રહે તે જરૂરી છે. જાણકાર લોકોના કહેવા મુજબ આધુનિક સમયમાં તમામ લોકોને એસી અને ફ્રિજ વગર ચાલી શકે તેમ નથી. હાલમાં જ દેશમાં કરવામાં આવેલા જુદા જુદા સર્વે અને અભ્યાસમાં પણ જાણવા મળ્યુ છે કે ફ્રિજ અને એસીનુ માર્કેટ કદ ઝડપથી વધી રહ્યુ છે. આ માર્કેટ કદના વધતા જતા પ્રવાહ વચ્ચે આ ક્ષેત્રમાં નોકરીની પણ વ્યાપક તક રહે તે સ્વાભાવિક છે. જેથી તેમાં જુદા જુદા કોર્સ કરીને સારી કેરિયર બનાવી શકાય છે. આ ક્ષેત્રમાં જાણકાર લોકોની કમી છે. ટેકનિકલ જાણકાર લોકોની આ ક્ષેત્રમાં ભારે કમી છે. જ્યારે ગરમીની સિઝન આવે છે ત્યારે તમને એસીની સર્વિસ માટે ટેકનિશયનને બોલાવવાની જરૂર પડે ચે. તે તમારી પાસેથી વધારે પૈસા કેમ લે છે અથવા તો આવવા માટે ઇન્કાર કેમ કરે છે. આનુ કારણ એ છે કે આ ક્ષેત્રમાં ટેકનિકલ કુશળ લોકો ઓછા છે. સરકાર તરફથી પણ આ ક્ષેત્રે એસી અને ફ્રીજ માટે એક અલગ સેક્ટર સ્કિલ કાઉન્સિલની રચના કરી નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here