એસિડિટી બિમારીઓનુ કારણ બને છે

0
17
Share
Share

બી અવેયર : કુદરતી ઉપચારની મદદથી પણ રાહત મેળવી શકાય છે
એસિડિટીથી પરેશાન રહેતા લોકોને લાઇફસ્ટાઇલ અને ખાવાપીવાની ટેવ બદલી નાંખવાની તાકીદની જરૂર :યોગથી પણ રાહત મળી શકે છે
મોટા ભાગના લોકો એસિડિટીને ખુબ હળવાશથી લેતા હોય છે અને તરત રાહત મેળવી લેવા માટે બજારમાં ઉપલબ્ધ દવાઓનો આડેધડ ઉપયોગ કરે છે. પરંતુ નિષ્ણાંત તબીબો માને છે કે એસિડિટીના મુખ્ય કારણોને દુર કરીને આ સમસ્યાથી બચી શકાય છે. આના માટે કેટલાક પાસાને અમલી બનાવવાની જરૂર છે. પેટમાં એસિડનુ પ્રમાણ નિયંત્રિત રહે તે જરૂરી છે. એસિડનુ પ્રમાણ પેટમાં વધતાની સાથે જ તમામ સમસ્યા શરૂ થઇ જાય છે. લાપરવાહી રાખવાની સ્થિતીમાં આ સમસ્યા વારંવાર સપાટી પર આવવા લાગી જાય છે. યોગ્ય ઇલાજ નહી થવાની સ્થિતીમાં પેટમાં અલ્સર સુધીનો ખતરો થઇ જાય છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે અમારા પેટમાં પીએચ બેલેન્સ બગડી જવાની સ્થિતીમાં એસિડિટીની સમસ્યા સપાટી પર આવે છે. લાંબા સમય સુધી પેટમાં અસિડનુ પ્રમાણ વધેલુ રહે છે. જેથી પેટની સપાટી પર પણ તેની અસર જોવા મળે છે. હકીકતમાં પાચન માટે સામાન્ય રીતે ડાઇડ્રોક્લોરિક એસિડનુ સ્ત્રાવ થાય છે. જે ખુબ અમલીય હોય છે. પેટ પર ભીની માટીની પટ્ટી અડધા કલાક સુધી રાખવાથી પણ રાહત મળે છે. સવારમાં ખાલી પેટમાં નિયમિત રીતે ફરવાથી પણ ફાયદો થાય છે. માનસિક ટેન્શન પર નિયંત્રણ રાખવામાં આવે તે જરૂરી છે. કેટલીક વખત વજન એકાએક વધી જવાની સ્થિતીમાં એલઇએસ કમોજર થવા લાગી જાય છે. તેની સંકુચિતતા એટલી ઓછી થઇ જાય છે કે તે પોતાની રીતે ખુલી જાય છે. આવી સ્થિતીમાં એસિડ પેટમાં પહોંચી જાય છે. વારંવાર આવુ થવાની સ્થિતીમાં અન્નનળીમાં કેટલીક વખત સોજા આવી જાય છે. કેટલાક લોકોમાં સામાન્ય કરતા વધારે પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડનુ સ્ત્રાવ થાય છે. જેના કારણે એસિડીટી વધી જાય છે. કેટલીક વખત એચ પાયલોરી બેક્ટિરિયાની હાજરીના કારણે પણ એસિડિટી વધી જાય છે. ૬૦ વર્ષથી ઉપરની વયના લોકોમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. એસિડિટીના કેટલાક લક્ષણ રહે છે. જેમાં ગળામાં બળતરા, પેટ ફુલવાની બાબત, માથામાં દુખાવો, પેટમાં ગેસની સમસ્યા, ઉલ્ટી થવાની બાબતનો સમાવેશ થાય છે. વધારે પડતી તીખી ચીજવસ્તુઓ અને તળેલી ચીજવસ્તુઓના ઉપયોગ અને જંક ફુજ વધારે પ્રમાણમાં ખાવાની સ્થિતીમાં આના લક્ષણ રહે છે. વધારે પ્રમાણમાં ચા અને કોફી પીવાના કારણે પણ આ સમસ્યા આવી શકે છે. ગરમ ભોજન ખાવાની સાથે સાથે ઠંડુ અને જરૂર કરતા વધારે પાણી પીવાની સ્થિતીમાં પણ આ તકલીફ થાય છે. લાંબા સમય સુધી ખાલી પેટ રહેવાની બાબત , યોગ્ય અને નિર્ધારિત સમય પર ભોજન નહી કરવાની બાબત પણ યોગ્ય નથી. ભોજન કર્યા બાદ તરત સુઇ જવાની બાબત બિલકુલ યોગ્ય નથી. ધુમ્રપાન અને શરાબના ઉપયોગના કારણે પણ એસિડિટીની સમસ્યા આવી શકે છે. ટેન્શનમાં રહેવાની બાબત યોગ્ય નથી. પુરતા પ્રમાણમાં ઉંઘ નહીં લેવાની સ્થિતીમાં પણ આ સમસ્યા આવી શકે છે. એસિડિટીની સમસ્યા રહેવા માટે સ્થુળતા, કેન્સરમાં કિમિયોથેરાપીની સારવાર, વૃદ્ધાવસ્થા અને ગર્ભાવસ્થામાં એસિડિટીની સમસ્યા પણ જવાબદાર હોય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here