એસબીઆઇ ATM માથી પૈસા ઉપાડવાના નિયમો બદલાયાઃ ઓટીપી જરૂરી

0
19
Share
Share

મુંબઇ,તા.૧૬

રાતના સમયે ગ્રાહકોને એટીએમ ફ્રોડથી બચાવવા માટે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) એ ૧ જાન્યુઆરી ૨૦૨૦ થી પોતાના ગ્રાહકોને ઓટીપી આધારિત એટીએમમાંથી પૈસા ઉપાડવાની સુવિધા આપી હતી. આ અંતર્ગત રાતે ૮થી સવારે ૮ વાગ્યા સુધી એસબીઆઈ એટીએમથી ૧૦,૦૦૦ રૂપિયા અને વધુની રોકડ ઉપાડતી વખતે ઓટીપી જરૂરી છે. હવે, બેંકે દેશભરના તમામ એસબીઆઈ એટીએમમાં ??૧૦,૦૦૦ રૂપિયા અને વધુ રકમ ઉપાડવા માટે ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૦ થી ઓટીપી આધારિત સેવાને લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

૨૪૭ ઓટીપી આધારિત કેશ ઉપાડ સુવિધાની શરૂઆત સાથે, એસબીઆઈએ એટીએમ કેશ ઉપાડમાં સુરક્ષા સ્તરને વધુ મજબૂત બનાવી છે. દિવસ દરમ્યાન આ સુવિધાનો અમલ લાગુ થતાં હવે એસબીઆઈના ડેબિટ કાર્ડ ધારકો છેતરપિંડી, અનધિકૃત ઉપાડ, કાર્ડ સ્કીમિંગ, કાર્ડ ક્લોનીંગ અને અન્ય જોખમોથી બચી શકશે.

ઓટીપી આધારિત રોકડ ઉપાડની સુવિધા ફક્ત એસબીઆઈના એટીએમ પર ઉપલબ્ધ છે કારણ કે એસબીઆઈ સિવાયના એટીએમમાં નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ (એનએફએસ) નો વિકસીત કરાઈ નથી. ઓટીપી એ સિસ્ટમ-જનરેટ કરેલો ન્યૂમરિક કોડ છે. જે વપરાશકર્તાને એકલ વ્યવહાર માટે પ્રમાણિત કરે છે. એકવાર ગ્રાહકો એટીએમમાં ??ઉપાડની રકમ દાખલ કરશે પછી એટીએમ સ્ક્રીન ્‌ઁટીપી માટે પૂછશે, જ્યાં તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત ઓટીપી દાખલ કરવો પડશે.

એસબીઆઈના મેનેજિંગ ડિરેક્ટર સી.એસ. શેટ્ટી (રિટેલ અને ડિજિટલ બેંકિંગ) એ જણાવ્યું હતું કે, એસબીઆઈ હંમેશા તકનીકી સુધારણા અને સુરક્ષાના સ્તરમાં વધારો કરીને તેના ગ્રાહકોને સુવિધા અને સલામતી સુનિશ્ચિત કરવામાં આગળ રહે છે. તેમણે કહ્યું, અમને વિશ્વાસ છે કે ૨૪૭ ઓટીપી સર્ટિફાઇડ એટીએમ ઉપાડથી એસબીઆઈ ગ્રાહકો સુરક્ષિત અને જોખમ મુક્ત રોકડ ઉપાડનો અનુભવ કરશે.

એસબીઆઈની આ સુવિધા કેવી રીતે કાર્ય કરશે?

આ સુવિધાને લાગૂ કરવાથી એસબીઆઈ ડેબિટ કાર્ડધારક, છેતરપિંડી, અનધિકૃત ઉપાડ, કાર્ડ સ્કીમિંગ, કાર્ડ ક્લોનીંગ અને અન્ય જોખમોથી બચી શકશે. ઓટીપી આધારિત રોકડ ઉપાડવાની આ સુવિધા માત્ર એસબીઆઈ એટીએમમાં જ ઉપલબ્ધ છે. કારણ કે નોન-એસબીઆઇ એટીએમમાં?નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ(એનએફએસ) સર્વિસને વિકાસિત કરવામાં આવી નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here