રાજકોટ તા.૨૬
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં દિવાળીના તહેવારો મોટો ઉછોળો નોંધાયો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ચિંતાજનક રીતે ફરીવાર કોરોનાના કેસ વધી રહ્યા છે તો અમદાવાદ મનપા દ્વારા ૨ દિવસનો સમગ્ર શહેરમાં કર્ફ્યુ જાહેર કરાયો હતો. હવે રાજ્ય સરકારે મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી છે ત્યારે આ સ્થિતિને લઇને હવે એસ.ટી નિગમે તમામ રિઝર્વેશન રદ્દ કર્યા છે.
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, એસ.ટી નિગમે સમગ્ર રાજ્યની રિઝર્વેશન ટિકિટો રદ્દ કરી હતી. નોંધનીય છે કે, આ નિર્ણય ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂને લઇને લેવામાં આવ્યો હતો. જો કે, તંત્ર દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે, રિઝર્વેશન કરાવનારા તમામ મુસાફરોને મુસાફરી બાદ તેમના નાણા પરત આપવામાં આવશે. દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં મોટા પાયે ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સ્થિતિ પશ્ચિમ વિસ્તારમાં વધુ વણસી છે કારણ કે, શહેરના મોટાભાગના કેસ અહીં નોંધાયા છે. ત્યારે આજરોજ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાના આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં ૧૫૪૦ કેસ નોંધાયા છે.
નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા કેસની સામે આજે ૧૨૮૩ દદર્ીઓ સાજા થતા કુલ સાજા થયેલા દદર્ીઓનો આંકડો ૨,૦૧,૯૪૯ પર પહોંચ્યો છે. આજે ૧૪ દદર્ીઓના કોરોનાને કારણે મોત થતાં કુલ મૃત્યુઆંક ૩૯૦૬ પર પહોંચ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં ૧૪૨૮૭ એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ ૯૯.૯૯ ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ ૯૧,૪૬૯ નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો ૭,૪૮૦,૭૮૯ પર પહોંચ્યો છે.