એલિસબ્રિજ ખાતે રેશન કાર્ડ ધારકો ભૂલ્યા સોસિયલ ડિસ્ટન્સ

0
30
Share
Share

અમદાવાદ,તા.૧૭

ભારતમાં તહેવારોની સિઝન પણ શરૂ થઈ ચૂકી છે. પરંતુ કોરોનાવાયરસના સંક્રમણને લઈને તકેદારી રાખવી પણ ખૂબ જરૂરી છે. સ્થાનિક વહીવટીતંત્ર પણ જો કોરોનાવાયરસને લઈને અપાયેલા નિર્દેશોનું પાલન ન થાય તો આકરો દંડ કરે છે કે પછી સંપૂર્ણ એકમને સીલ કરી દે છે. ત્યારે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને કદાચ આ નિયમો લાગુ પડતા નથી. અમદાવાદના એલિસબ્રિજ ખાતે આવેલ ઝોનલ કચેરીએ એલિસ બ્રિજ તેમ જ સરખેજના રાશન કાર્ડ ધારકો પોતાના રાશન કાર્ડમાં સુધારો કરવા એકત્ર થયાં હતાં.

પરંતુ અહીં મોટી માત્રામાં ભીડ એકત્રિત થતાં સોસિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો. અહીં તંત્ર દ્વારા કોરોનાને લઈને કોઈપણ જાતની વ્યવસ્થા જોવા મળી ન હતી. જ્યારે પુરવઠા વિભાગના કર્મચારીઓને તે વિશે પ્રશ્ન પૂછતાં તેમણે પોતાને ડિસ્ટર્બ ન કરવાનું જણાવી દીધું હતું. તેમને કેન્દ્ર સરકારના નિયમોનો ભંગ કર્યો હોવા છતાં આ મુદ્દે બોલવાનું ટાળ્યું હતું.લાઈનમાં ઉભેલા કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી કે, તેઓ સવારે ૮ વાગ્યાથી લાઈનમાં ઊભાં છે. જેમાં કેટલાક વૃદ્ધો પણ હતાં.

ત્યારે કેટલાક લોકો પોતાના બાળકો સાથે આવ્યાં હતાં અને તેઓ અહી હેરાન થયાં હતાં. આખરે પોલીસે આવીને સોસિયલ ડિસ્ટન્સ જાળવવા મથામણ કરવી પડી હતી. જેને લઇને લાઈનમાં ઉભેલા રાશન કાર્ડ ધારકો સાથે પણ માથાકૂટ કરવી પડી હતી.અહીં ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા રાશનકાર્ડના કોઈ પણ કામ માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવાનું નક્કી કરાયું છે.પરંતુ અહીં રહેતાં અને રેશન કાર્ડમાં સુધારો કરવા આવેલા લોકો મોટાભાગે અભણ અને ગરીબ વર્ગના છે. ત્યારે તેમને આવી કોઈ માહિતી નથી. પરંતુ શું સરકાર દ્વારા આ કર્મચારીઓ ઉપર પગલાં ભરાશે કે કેમ ?

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here