એરપોર્ટ ખાનગીકરણ મુદ્દે કોંગ્રેસનો આક્ષેપ, નિયમોને નેવ મુકી અદાણીને લાભ કરાવ્યો

0
16
Share
Share

ગાંધીનગર,તા.૧૫

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ) દ્વારા અદાણી એન્ટરપ્રાઇઝના છ વિમાનમથકના ટેન્ડર સ્વીકારવામાં આવ્યા હતા. આ વિમાનમથકોમાં અમદાવાદ, જયપુર, મેંગલોર, ત્રિવેન્દ્રમ, લખનઉ અને ગુવાહાટીનો સમાવેશ થાય છે. અદાણીને આ તમામ વિમાન મથક ૫૦ વર્ષના વહીવટ માટે આપવામાં આવ્યા છે. પરંતુ આ મામલે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, નિયમોને નેવે મૂકીને અદાણીને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે. રાજ્યસભાના ચોમાસુ સત્રમાં આજે શરૂ થયેલા કામકાજમાં ગુજરાતના અદાણી ગ્રુપને સોંપાયેલા દેશના ૬ એરપોર્ટનો મુદ્દો ગુંજ્યો હતો. રાજસ્થાનથી કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ કે. સી. વેણુગોપાલે આ મુદ્દા પર બોલતા કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યા હતા.

વેણુગોપાલે કહ્યુ હતુ કે, તમામ નિયમોને નેવે મુકીને અદાણીને ૬ એરપોર્ટ આપવામાં આવ્યા છે અને હજુ બે આપવાની તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્ર સરકારે લાગતા વળગતા વિભાગો અને નીતિઆયોગની સલાહ લીધા વગર પ્રજાના પૈસાનું કૌભાંડ આચરવા માટે અદાણીને લાલ જાજમ બીઠાવી આપી છે. અદાણી ગ્રુપના એક પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું હતું કે,”પીપીપી મોડેલ હેઠળ સ્થાનિક વિમાનમથકોના મેનેજમેન્ટ માટે ૨૦૧૮ના ડિસેમ્બરમાં એએઆઇ દ્વારા ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા અને તેમાં સફળ થવાનો અદાણી ગ્રુપને આનંદ છે.

વિશ્વસ્તરના વિમાનમથકો સર્જવા ઉપર ધ્યાન આપવાનું સરકારે ચાલુ રાખ્યું છે તે સાથે ભારતીય એવિએશન ઉદ્યોગ એક વિકસતું જતું ક્ષેત્ર છે. રાષ્ટ્રીય ઘડતરમાં ફાળો આપવાનું ચાલુ રાખવાની બાબતને અદાણી ગ્રુપ પ્રાથમિકતા આપશે, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું. અમદાવાદ, જયપુર, લખનઉ, ત્રિવેન્દ્રમ અને મેંગલોર સંબંધિત રાજ્યોની જીવાદોરી છે. આથી વૃદ્ધિને આગળ ધપાવવાની અમને એક તક મળશે. આ વિમાનમથકોએ વૈશ્વિક ધોરણો અનુસાર માળખાકીય સુવિધા વધારવાનો અમારો ઉદ્દેશ રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here