એફઆરસી દ્વારા સુરત, વલસાડ, ભરૂચ, નવસારી શાળાઓની ફી કરાઈ જાહેર

0
20
Share
Share

અંબાજી,તા.૯

ગુજરાતમાં સ્કૂલ ફી મામલો છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો મુદ્દો રહ્યો છે, તેનો આજે અંત આવ્યો છે. એફઆરસીએ ૨૦૧૯-૨૦ની પ્રોવિઝનલ ફી જાહેર કરી છે. રાજ્ય સરકારના આદેશને પણ સ્કૂલ સંચાલકો ધોઈને પી ગઈ હતી, ત્યારે આજે દક્ષિણ ગુજરાતના ૪ જિલ્લાની સ્કૂલ ફી જાહેર કરવામાં આવી છે. એફઆરસી દ્વારા દક્ષિણ ગુજરાતની સુરત, વલસાડ, ભરૂચ, નવસારી શાળાઓની ફી જાહેર કરવામાં આવી છે. સુરતની ૨૦, વલસાડની ૩, ભરૂચની ૪ અને નવસારીની ૨ શાળાની ફી જાહેર કરવામાં આવી છે.

એફઆરસીએ ૨૦૧૯-૨૦ની પ્રોવિઝનલ ફી જાહેર કરી છે, જેમાં સુરત શહેરની ૨૦, ભરૂચની ૪, વલસાડની ૩,નવસારીની ૨ સ્કૂલ અને મહારાજા અગ્રસેનની રૂ.૧૫ હજાર ફી નક્કી કરવામાં આવી છે, જ્યારે માઉન્ટ લિટ્રેઝાની ધોરણ-૯ની રૂ.૩૧થી રૂ.૩૫ હજાર અને પી.પી.સવાણી કેમ્બ્રિજ ઈન્ટ.ની ધો.-૮ની રૂ.૧ લાખ ફી નક્કી કરવામાં આવી છે. ધોરણ-૧૧ અને ૧૨ માટે રૂ.૧.૭૦ લાખ ફી નક્કી કરવામાં આવી છે. એફઆરસીએ ૧.૭૦ લાખ સુધીની ફી મંજૂર કરી છે. ફીમાં ૧.૫૩ લાખ સુધીનો કાપ મુકવામાં આવ્યો છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, એફઆરસીએ દક્ષિણ ગુજરાતની શાળાઓની ફીનું ધોરણ નક્કી કર્યું છે. ૨૦૧૯- ૨૦ ની પ્રોવિઝનલ ફી જાહેર કરી છે. દક્ષિણ ગુજરાતના ૪ જિલ્લાની શાળાની ફી જાહેર કરવામાં આવી છે.

ફીમાં એફઆરસીએ ૧.૫૩ લાખનો કાપ મુકાયો તો ૧.૭૦ લાખની ફી મંજૂર કરી છે. મહારાજા અગ્રસેન શાળાએ ધો. ૧થી ૮ માટે ૧.૪૪ લાખથી ૧.૬૮ લાખ ફી માંગી હતી, જેની સામે માત્ર ૧૫ હજારની ફી મંજૂર કરાઈ છે. માઉન્ટ લિટ્રેઝા શાળાએ ધો.૯ની ૧ લાખ સુધી ફી માંગી હતી, જેની સામે ૩૧થી ૩૫ હજારની ફી નક્કી કરાઈ છે. પી.પી. સવાણી કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધો. ૮માં ૨ લાખ ફી માંગી હતી, જેની સામે ૧ લાખ ફી મંજૂર કરાઈ છે. જ્યારે ધો. ૧૧ અને ૧૨ માટે ૨.૩૦ લાખની દરખાસ્ત હતી. જેની સામે એફઆરસીએ ૧.૭૦ લાખ ફી મંજૂર કરાઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here