એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન ૩,૯૫૧ કિ.મી.નો હાઇવે બાંધવામાં આવ્યોઃ મંત્રાલય

0
19
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૦

કોરોના મહામારીની સમસ્યા હોવા છતાં ચાલુ નાણાકીય વર્ષના છ મહિનામાં ૩,૯૫૧ કિલોમીટરનો હાઇવે બાંધવામાં આવ્યો હોવાનું રોડ પરિવહન અને હાઇવે મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું. આવી સ્થિતિમાં પણ મંત્રાલય દ્વારા રોજના ૨૧.૬૦ કિલોમીટરનો રોડ બાંધવામાં આવ્યો હતો.

‘ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના (એપ્રિલથી સપ્ટેમ્બર)માં રોડ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા ૩,૯૫૧ કિલોમીટરના રોડ બાંધવામાં સફળતા મળી હતી. કોવિડ-૧૯ની સમસ્યા છતાં પ્રતિદિને ૨૧.૬૦ કિલોમીટરનો રોડ બનાવવામાં આવ્યો હતો’, એમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.

ચાલુ વર્ષે ૧૧,૦૦૦ કિલોમીટરનો રોડ બાંધવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઇ)એ ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન ૧,૩૩૦ કિલોમીટરનો હાઇવે બાંધવાના પ્રોજેક્ટ આપવામાં આવ્યા હતા જે કોરોના મહામારીની સમસ્યા છતાં ગયા વર્ષની સરખામણીમાં ૬૦ ટકા વધુ છે.

એનએચએઆઇ દ્વારા રૂ. ૪૭,૨૮૯ કરોડના પ્રક્લ્પ હાથ ધરાયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here