એપ્રિલમાં અમદાવાદ એરપોર્ટના રન વે પર ૯ દિવસ સુધી રીસર્ફેસિંગની કામગીરી થશે

0
26
Share
Share

અમદાવાદ,તા.૨૦
આગામી એપ્રિલ મહિનામા વિમાનમાં મુસાફરી કરીને અમદાવાદ આવનારા મુસાફરોએ ફ્લાઈટના શેડ્યૂલ નવેસરથી તપાસવા પડશે. આગામી ૨૦થી૩૦ એપ્રિલના સવારથી માંડીને સાંજ સુધી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટના રન વે પર રિસર્ફેસિંગની કામગારી હાથ ધરાવાની છે. આ સમય દરમિયાન ૬૨ ફ્લાઈટની ઉડાનો રદ કરવામાં આવનાર છે. માત્ર ૨૪ એપ્રિલે રન વે ખુલ્લો રહેશે ઠેલે કે નવ દિવસ રનવે નક્કી કરેલા સમયે બંધ કરી દેવામાં આવશે. પ્રાપ્ત વિગતો અનુસાર દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સામેલ અમદાવાદ સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રન-વેના અમુક હિસ્સા પર રીતસરના ખાડા પડી ગયા હોવાનું જાણવા મળ્યુ છે. ટેક્‌ઓફ્‌ -લેન્ડિંગ વખતે વિમાનનું ટાયર ગમે ત્યારે બસ્ટ થઇ જવાનો સતત ભય રહે છે.
આમ, કોઇ મોટી દૂર્ધટના ન સર્જાય અને મુસાફરોના જીવ જોખમમાં મુકાય નહીં તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી રન-વે રીસરફેસની કામગીરી આગામી ૨૦ થી ૩૦ એપ્રિલ દરમિયાન સવારે ૧૧.૦૦ થી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી કરવામાં આવશે. આ છ કલાકના સમયગાળા દરમિયાન રન-વે બંધ રહેશે અને એકપણ ફલાઇટો ટેક્‌ ઓફ-લેન્ડિંગ થશે નહી.
ફક્ત વીવીઆઈપીની મૂવમેન્ટ રહેશે. અમદાવાદ એરપોર્ટનો સાડા ત્રણ કિ.મી લાંબો રન-વે છે. થોડા સમય પહેલા રન-વે પર ઘણી જગ્યાએ ખાડા-ટેકરા તેમજ ખુલ્લા વાયરો અને ગટરના ઢાંકણા ખુલ્લા હોવાની ડીજીસીએની ટીમે વર્ષ ૨૦૧૯માં ખાતાકીય કરી હતી. જ્યાં એરપોર્ટ ઓથોરિટીની ગંભીર બેદરકારી સામે ઝાટકણી કાઢી કારણદર્શક નોટિસ ફટકારી હતી. ત્યારબાદ ઓથોરિટીએ તાકીદે રન-વે રિપેર કર્યા બાદ અમદાવાદમાં ભારે વરસાદ બાદ રન-વેના કેટલાક હિસ્સાઓમાં ખાડા પડી ગયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here