એપના પ્રતિબંધથી ચીન ગિન્નાયુઃ આ ગંભીર મુદ્દો, અમારા હિતને નુકસાન પહોંચ્યુ

0
29
Share
Share

બેઇજિંગ,તા.૩

લદ્દાખમાં ભારતીય સૈનિકોના જોરદાર એકશન બાદ ભારતે વધુ ૧૦૮ ચીની એપને પ્રતિબંધિત કરતાં ચીન બરાબરનું ભડકયું છે. ચીનના વાણિજય મંત્રાલયે એક નિવેદન રજૂ કરીને ભારતના આ પગલાં પર ગંભીર ચિંતા વ્યકત કરી છે. સાથો સાથ ચીની વાણિજય મંત્રાલયે એક નિવેદન રજૂ કરીને ભારતના આ નિર્ણય પર સખ્ત નારાજગી વ્યકત કરી છે. લદ્દાખમાં ચાલી રહેલા તણાવની વચ્ચે ભારત અત્યાર સુધીમાં ચીનની ૨૨૪ એપ પર પ્રતિબંધ મૂકી ચૂકયું છે.

ચીની વાણિજય મંત્રાલયે કહ્યું કે ભારત દ્વારા એપ પર પ્રતિબંધ મૂકવો ચીની રોકાણકારો અને સર્વિસ પ્રોવાઇડરોના કાયદાના હિતોનું ઉલ્લંઘન કરે છે. ચીન તેને લઇ ગંભીરતાપૂર્વક ચિંતિત છે અને પૂરજોરથી વિરોધ કરે છે. આની પહેલાં પૂર્વ લદ્દાખમાં એલએસી પર ચીનની સાથે વધતા તણાવની વચ્ચે ભારતે બુધવારના રોજ પ્રખ્યાત ગેમિંગ એપ PUBGસહિત ૧૧૮ બીજી મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ એપ ચીનની કંપનીઓ સાથે જોડાયેલી છે.

આની પહેલાં જૂનમાં ભારતે ટિકટોક સહિત ૫૯ ચીની એપ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જુલાઇમાં પણ ચીનની સાથે જોડાયેલી ૪૭ એપ પ્રતિબંધિત કરાઇ હતી. આમ અત્યાર સુધીમાં ચીન સાથે જોડાયેલી કુલ ૨૨૪ મોબાઇલ એપ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here