એન્ટી બાયોટિક જીવલેણ બની શકે

0
21
Share
Share

તાવની સ્થિતીમાં પેરાસિટામોલ દવા છ કલાકે આપી શકાય પણ…
આધુનિક સમયમાં તબીબોની સલાહ લીધા વગર જ એન્ટીબાયોટિક દવા લોકો લેતા થયા છે જે જોખમી : ઠંડીની સિઝનમાં ઇન્ફેક્શન વધુ થાય છે
બદલાતી સિઝનમાં લોકો સામાન્ય રીતે તાવના સકંજામાં આવી જાય છે. તાવમાં સામાન્ય રીતે તો એન્ટીબાયોટિક દવા જ આપવામાં આવે છે. આરામ પણ તાવમાં સારવાર માટેનુ જ કામ કરે છે. આ ઉપરાંત દર્દીને દરેક છ કલાકમાં પૈરાસિટામોલ દવા આપી શકાય છે. બીજી કોઇ ગોળી તબીબોને પુછ્યા વગર આપવી યોગ્ય નથી. હાથ બિલકુલ સાફ રાખવામાં આવે તે જરૂરી છે. પાણી ગરમ કરીને પીવાની સલાહ પણ નિષ્ણાંત તબીબો આપે છે. આધુનિક સમયમાં લોકો તબીબો પાસે સલાહ લીધા વગર એન્ટી બાયોટિક્સ દવા લેતા થયા છે. આ બાબતની નિષ્ણાંતો અને તબીબોએ ગંભીર નોંધ લીધી છે. તબીબોએ કહ્યું છે કે તબીબોની જરૂરી સલાહ વગર કોઇ પણ દવા જાતે લઇ લેવાની બાબત ખતરનાક સાબિત થઇ શકે છે. તેની અનેક આડ અસર પણ થઇ શકે છે. આજે મોટા ભાગના લોકો ખુબ વ્યસ્ત લાઇફ જીવી રહ્યા છે. આવા સમયમાં આરોગ્યને જાળવી શકતા નથી. બિમાર થવાની સ્થિતીમાં તરત જ કામચલાઉ દવા જાતે જ લઇ લે છે. આ દવાથી ચોક્કસપણે રાહત મળે છે પરંતુ આ દવા કોઇ ઇલાજ નથી. આ દવા ખુબ ખતરનાક સાબિત થઇ શકે છે. કોઇ તકલીફ અંગે જાણ નહી હોવા છતાં જે તે તકલીફ અથવા તો પીડામાં દવા જાતે જ લઇ લેવામા આવે છે. તબીબો પાસે જવાનો સમય પણ કાઢી શકતા નથી. જેથી તાવ, સરદી ગરમી, ગળામાં દુખાવાની જાતે જ દવા લોકો લઇ લે છે. પરંતુ આવી દવા જાતે લઇ લેનાર લોકો દવાની અસર કેટલી હદ સુધી થઇ શકે છે તે જાણતા નથી. જાણીતા તબીબોનું કહેવુ છે કે એન્ટીબાયોટિક્સ એન્ટીમાઇક્રોબાઇલ એજન્ટ તરીકે પણ જાણીતી છે. આ પ્રકારની દવાનું કામ શરીરમાં કોઇ પણ પ્રકારના ઇન્ફેક્શનને દુર કરવા માટેનુ હોય છે. અલબત્ત એન્ટીબાયોટિક્સ બેક્ટિરિયા, પેરાસાઇટ જેવા માઇક્રો ઓર્ગેનિઝમને ટાર્ગેટ બનાવે છે. પરંતુ વાઇરસ સામે તે દવાઓ અસરકારક હોતી નથી. નિષ્ણાંત લોકોનું કહેવુ છે કે નિષ્ણાંત તબીબો દ્વારા લખવામાં આવેલી દવા જ લેવામાં આવે તે જરૂરી છે. ચોક્કસ ઓન્ટીબાયોટિક્સ જે ઉપલબ્ધ છે તે ચોક્કસ ઓર્ગનમાં ચોક્કસ બેક્ટિરિયા પર પ્રહાર કરે છે. તબીબો મોટા ભાગે ચકાસણી કર્યા બાદ દવા નક્કી કરે છે જેથી આ દવા યોગ્ય પ્રમાણમાં હોય છે.તાજેતરમાં કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આડેધડ દવા લેવાથી ખતરો ઉભો થઇ શકે છે. શરીરને નુકસાન પણ થઇ શકે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વિટામીન ડી વાઈરલ ઇન્ફેશનથી રક્ષણ કરવામાં મદદરૂપ બને છે. અભ્યાસ મુજબ વાઇરલ ઇન્ફેક્શનથી બચાવવામાં વિટામીન ડીની ભૂમિકા ચાવીરૂપ રહે છે તે બાબત સાબિત કરવા માટે ઘણા તારણો પણ નક્કર રીતે રજૂ કરવામાં આવ્યા છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે શિયાળાની સિઝન અને ગરમીની સિઝનમાં અથવા તો મિશ્ર સિઝનમાં વાયરલ ઇન્ફેક્શનના રોગ ફેલાઈ જાય છે. વિટામીન ડીની ભૂમિકા વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં મદદરૂપ બને છે. જ્યારે દિવસો નાના હોય છે અને સૂર્યપ્રકાશ પ્રમાણસર નબળો હોય છે ત્યારે વિટામીન ડીનું સ્તર ઘટી જાય છે. આ જ કારણસર લોકો વાયરલ ઇન્ફેક્શના વધુ શિકાર થાય છે. અભ્યાસમાં સૂચન કરવામાં આવ્યું છે કે વિટામીન ડીના ઘટક તત્વો રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે જે વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં મદદરૂપ બને છે. જર્નલ ઓફ લ્યુકો સાઇટ બાયોલોજીમાં જણાવવામાં આવ્યું છે કે વિટામીન ડીને લઈને કરવાાં આવેલા વધુને વધુ સંશોધનમાં જાણવા મળ્યું છે કે માનવીના આરોગ્ય માટે વિટામીન ડી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્પેનમાં અભ્યાસ હાથ ધરવામાં આવ્યા બાદ સંશોધકો એવા તારણ ઉપર પહોંચ્યા છે કે જ્યારે પરંપરાગત થેરાપી કામ કરતી નથી ત્યારે વિટામીન ડીના ઘટક તત્વો ઉપયોગી સાબિત થઈ શકે છે. વિટામીન ડીના લોહીના સ્તરમાં ફેરફારની પણ સરખામણી કરવામાં આવી છે. મોટીવયના લોકોમાં વિટામીન ડીની અછત વધારે જોવા મળે છે જેથી તેઓ વધુ બિમાર થઈ જાય છે. કોઈપણ સ્કૂલના શિક્ષકને એમ જ કહેતા સાંભળવામાં આવે છે કે શિયાળાની સિઝનમાં અથવા તો મિશ્ર સિઝનમાં વિટામીન ડી વધારે લેવામાં આવે. વિટામીન ડીના ઘટક તત્ત્વો સસ્તા પણ છે અને સામાન્ય રીતે સુરક્ષિત પણ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here