છાતીમા દુખાવાને એન્જાઇના કહેવામાં આવે છે. હાર્ટમાં પુરતા પ્રમાણમાં લોહી નહી પહોંચવાના કારણે આ દુખાવો થાય છે. આ હાર્ટ અટેકની સાથે છાતી પર દબાણ ની જેમ અનુભવ થાય છે. એન્જાઇનાને એન્જાઇના પેક્ટોરિસ અથવા તો ઇસ્કેમિક ચેસ્ટ પેઇન તરીકે પણ કહેવામાં આવે છે. આ હાર્ટ અટેકના લક્ષણ તરીકે હોય છે. જ્યારે ધમનીમાં અડચણો ઉભી થવા લાગી જાય છે અચવા તો ઓક્સીજનયુક્ત લોહીને હાર્ટ સુધી લાવનાર ધમનીમાં પુરતા પ્રમાણમાં લોહી પ્રવાહની સ્થિતી રહેતી નથી ત્યારે આ સમસ્યા ઉભી થાય છે. સામાન્યરીતે એન્જાઇના વહેલી તકે ઠીક થાય છે. પરંતુ તે જીવલેણ હાર્ટ સમસ્યાના સંકેત સમાન છે. દવા અને લાઇફસ્ટાઇલમાં ફેરફારના કારણે એન્જાઇનાને કન્ટ્રોલ કરી શકાય છે. જો સ્થિતી ગંભીર હોય તો સર્જરીની જરૂર પડે છે. અથવા તો ધમનીને ખોલવા માટે તેમા ંસ્ટેઇન નાંખવાની ફરજ પડે છે. એન્જાઇનના લક્ષણની વાત કરવામાં આવે તો છાતીમાં દુખાવાને જોઇ શકાય છે. આમાં છાતીમાં દબાણ અથવા તો ભારેપણાનો અનુભવ થાય છે. વ્યક્તિને હાથ, ગરદન અને પીઠમાં પીડા હોઇ શકે છે. એન્જાઇનાના લક્ષણની વાત કરવામાં આવે તો ચક્કર આવવા, થાક લાગવાની બાબત, શ્વાસ લેવામાં તકલીફ, પરસેવો આવવાની બાબત તેમાં સામેલ છે. તબીબોને આ લક્ષણને વહેલી તકે ઓળખી કાઢીને સારવાર આપવાની શરૂઆત કરવી જોઇએ. હાર્ટ અટેકથી બચી શકાય તે માટે તરત જ સારવારની જરૂર હોય છે. પુરૂષોને સમાન્ય રીતે છાતીમાં દુખાવો, ખભામાં દુખાવાની ફરિયાદ રહેછે. જ્યારે મહિલાઓને પેટ, ગરદન અને ગળામાં દુખાવો રહી શકે છે. ચક્કર આવવા અને શ્વાસ લેવાની તકલીફ થઇ શકે છે. સામાન્ય રીતે એન્જાઇન હાર્ટ ડિસીઝના કારણે થાય છે. જ્યારે ધમનીમાં ફેટી એસિડ તત્વો પ્લાક જમવા લાગી જાય છે ત્યારે હાર્ટની માંસપેશીઓ સુધી લોહીના પ્રવાહમાં અડચણો આવે છે. આવી સ્થિતીમાં આ સમસ્યા ઉભી થાય છે. આજ કારણસર દુખાવો થાય છે. આ ઉપરાંત કેટલીક વખત અન્ય કારણોથી પણ દુખાવો થાય છે. ફેફસાની પ્રમુખ ધમનીમાં અડચણો આવે છે ત્યારે પણ સમસ્યા સર્જાઇ જાય છે. હાર્ટનુ કદ કેટલીક વખત વધી જાય છે. હાર્ટના પ્રમુખ હિસ્સામાં વોલ્વમાં સંકુચન પણ આવે છે. હાર્ટની આસપાસ રહેલી થેલીમાં સોજા પણ કેટલીક વખત આવી જાય છે. એવા કેટલાક કારણો રહેલા છે જે વ્યક્તિને એન્જાઇનાનો શિકાર બનાવે છે. વધતી વય, પરિવારના અન્ય કોઇ સભ્યને હાર્ટ રોગ, હાઇ કોલેસ્ટ્રોલ , ડાયાબિટીસ, સ્થુળતા તેમજ ટેન્શન પણ કારણો પૈકી એક છે. પુરતા પ્રમાણમાં કસરતની કમી પણ બિમારીને આમંત્રણ આપેે છે. એન્જાઇનાની સારવારમાં પિડાને ઓછી કરવા, લક્ષણોને રોકવા અને હાર્ટ અટેકના ખતરાનેઘટાડી દેવા માટે અથવાતો રોકવા માટે કામ કરવામાં આવે છે. આના માટે દવાઓ, જીવનશેલીમાં ફેરફાર કરવાની બાબત ઉપયોગી રહે છે. આના માટે મેડિકલ સહાય લેવામાં આવે છે. એન્જાઇનાની સારવારમાં જીવનશેલીમાં ફેરફાર કરવામાં આવે તે જરૂરીછે. વજન કન્ટ્રોલ કરવાની બાબત પણ ઉપયોગી રહેલી છે. નિયમિત રીતે કોલેસ્ટ્રોલ લેવલની ચકાસણી ફણ ઉપયોગી રહેલી છે. ફળ શાકભાજી ખાવવાની બાબત પણ ઉપયોગી રહેલી ચે. લો ફેટ ડેયરી પ્રોડક્સને ભોજનમાં સામેલ કરવામાં આવે તે જરૂરી છે.એન્જાઇના માટે સામાન્ય રીતે નાઇટ્રેટની સલાહ આપવામાં આવે છે. નાઇટ્રેટ રક્તવાહિનીને પઙોવી કરે છે. તેમને આરામ આપીને એન્જાઇના અટેકની ગંભીરતાને રોકી દે છે. આના માટે બીટા બ્લોકર્સ, કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ જેવી દવા પણ આપવામાં આવે છે. કેટલાક કેસમાં સર્જરી કરાય છે.