એનસીપી નેતા શરદ પવારના કાફલામાં સામેલ પોલીસની ગાડી પલ્ટીઃ ૧ ઘાયલ

0
8
Share
Share

મુંબઇ,તા.૨૯

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સુપ્રીમો શરદ પવારના કાફલામાં સામેલ પોલીસની એક ગાડીનો મુંબઇ-પૂણે એક્સપ્રેસવે પર અકસ્માત સર્જાયો છે. પિંપરી ચિંચવડના વિસ્તારમાં પોલીસની ગાડી પલટી ખાઇ ગઇ હતી. જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે. જોકે તેને કોઇ ગંભીર ઇજા પહોંચી નથી.

તમને જણાવી દઇએ કે શરદ પવાર  જે કારમાં બેસ્યા હતા તે સુરક્ષિત છે. આ અકસ્માત સવારે લગભગ ૧૧ વાગે પૂણેથી મુંબઇ વચ્ચે અમૃતાજન પુલ સાથે થયો હતો. આ અકસ્માતમાં કોઇ ગંભીર રીતે ઘાયલ થયા છે. ફક્ત એક પોલીસકર્મીને સામાન્ય ઇજા પહોંચી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રોડ અકસ્માત વખતે શરદ પવારની કાર સામેની તરફ હતી એટલા માટે તેમની કાર હિટ થતાં બચી ગઇ. પોલીસે દુર્ઘટનાગ્રસ્ત વાહને અલગ કરીને શરદ પવાર માટે કાફલાને મુંબઇની તરફ રવાના કરી દીધા છે.

પૂણેની ગ્રામીણ ક્ષેત્રની પોલીસે જાણકારી આપી છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાઋટીના પ્રમુખ શરદ પવારના કાફલાનું એક વાહન મુંબઇ-પૂણે એક્સપ્રેવે પર પલટી ગયો હતો. પવારનું વાહન સુરક્ષિત પસાર થઇ ગયું છે. જે કાર પલટી ગઇ હતી તેના ડ્રાઇવરને સામાન્ય ઇજા પહોંચી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here