એનએસએસ કણસાગરા કોલેજ દ્વારા જરા યાદ કરો કુર્બાની અંતર્ગત સતત ૭ દિવસ ઓનલાઈન કાર્યક્રમો યોજાશે

0
15
Share
Share

રાજકોટ, તા.૧૨

મહાત્મા મહોત્સવ-૨૦૨૦ ના સાત દિવસના ઓનલાઈન કાર્યક્રમની સફળતા બાદ રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ કણસાગરા કોલેજ દ્વારા ૭૧ માં ગણતંત્ર પર્વ નિમિતે તા.૨૦ થી ૨૬ જાન્યુઆરી ૨૦૨૧ દરમ્યાન સતત ૭ દિવસના વૈવિઘ્યસભર દેશભકિતથી ભરપુર વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન થયેલ છે.

કોલેજના પ્રિ.ડો.આર.આર.કાલરીયા, એનએસએસ પ્રોગ્રામ ઓફીસર અને કો.ઓર્ડનેટર ડો.યશવંત ગોસ્વામીની યાદી જણાવે છે કે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સ્વવિકાસ અને સમાજ તથા રાષ્ટ્રના નિર્માણ માટે પ્રતિબઘ્ધ બને, વિદ્યાર્થીઓને ફિલ્મી હિરોની સાથે દેશના અસલી હિરોને પણ ઓળખે એવા શુભ આશયથી વિવિધ સ્પર્ધા અને કાર્યક્રમો યોજ્યા છે.

ડો.ગોસ્વામી જણાવે છે કે મહાત્મા મહોત્સવ કાર્યક્રમમાં ૫૦૦૦ થી વધુ લોકો ઓનલાઈન જોડાયા અને હવે ૧૦ હજાર લોકોને જોડવાના સંકલ્પ સાથે આયોજીત આ કાર્યક્રમના પ્રારંભે તા.૨૦ ના રોજ યુટયુબ ચેનલ પરથી સુપ્રસિઘ્ધ અને લોકપ્રિય સ્પીકર જય વસાવડા, ભદ્રાયુ વછરાજાની, કેપ્ટન જયદેવ જોશી અને કૌશીક મહેતા (ફૂલછાબ) ગુજરાતના યુવાનોને આગવી શૈલીમાં દેશભકિતનું રસપાન કરાવશે. ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સૌ.યુનિ.ના કુલપતિ ડો.નીતીન પેથાણી, ઉપકુલપતિ ડો.વિજય દેસાણી, એનએસએસના આસિ.પ્રોગ્રામ સલાહકાર, એનએસએસના ડીરેકટર ડો.કમલકુમાર કર (દિલ્લી) સ્ટેટ એનએસએસ સેલના અધિકારી નારાયણ માધુ અને ખાસ સંદેશ આપશે. આર્શિવચન સ્વામી પરમાત્માનંદ સરસ્વતિજી આપશે.

તા.૨૧ થી ૨૫ જાન્યુ. દરમ્યાન દેશભકિતગીત, દેશભકિત ડાન્સ, વકતૃત્વ સ્પર્ધા, સ્લોગન રાઈટીંગ અને નિબંધ લેખન, સ્ટેટ લેવલની સ્પર્ધાનુ આયોજન થયેલ છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકે ૨૦ જાન્યુ. સુધીમાં ઓનલાઈન ગુગલ લીંક દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. ધો.૧૧-૧૨, કોલેજ, પીજી, મેડીકલ, એન્જીનીયરીંગ અને કોઈ પણ ફેકલ્ટીના છાત્રો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેનારા તમામને ઈસટર્ીફીકેટ તથા વિજેતાને શીલ્ડ અને સટર્ીફીકેટથી સન્માનીત કરાશે. સૌથી વધુ રજી.કરાવનાર પ્રથમ ત્રણ સંસ્થાને પણ શીલ્ડ દ્વારા સન્માનીત કરાશે. આ ઉપરાંત તમામ વિજેતાઓને રૂા.૫૦૦ ના ગીફટ વાઉચર પણ અપાશે.

કાર્યક્રમના કો.ઓડર્ીનેટર અને સંચાલક ડો.ગોસ્વામી જણાવે છે કે આજની યુવા પેઢી શહિદોની કુર્બાનીને યાદ કરી વર્તમાન સમયે દેશની સીમાપર શહિદ થતા સૈનિકો પ્રત્યે આદર ભાવ રાખે એ આશયથી ૨૬ જાન્યુ.ના રોજ સાંજે ૪ થી ૬ શહિદ સ્મૃતિ વંદના કાર્યક્રમ યુટયુબ ચેનલ પર લાઈવ પ્રસારીત થશે. જેમાં નેશનલ અને ઈન્ટરનેશનલ આટર્ીસ્ટ એકથી એક ચડીયાતા દેશભકિત ગીતોની સફર કરાવશે. આટર્ીસ્ટ લલીતાબેન ઘોડાદ્રા, જયદેવ ગોસાઈ, પ્રિત ગોસ્વામી, નિલેશ પંડયા, ઘનશ્યામ ઝીબા, અનવર હાજી, કૃણાલ ગોસ્વામી, રાજીવ શ્રીમાળી, દુષ્યંત આશર અને મયુર બુઘ્ધદેવ દર્શકોને ડોલાવશે.

વિવિધ સ્પર્ધા અને કાર્યક્રમોમાં શહેરની ૪૫૦ થી વધુ સેલ્ફ ફાઈનાન્સ સ્કુલોના વિદ્યાર્થીઓને જોડવા માટે સેલ્ફ ફાઈનાન્સ સ્કુલોના પ્રમુખ ડી.વી.મહેતા, મનપાની સ્કુલોને જોડાવા માટે દેવાંગભાઈ માંકડ, મેકડીલ કોલેજના છાત્રોને જોડવા માટે એન્જીનીયરીંગ ફેકલ્ટી માટે વિવિધ સરકારી અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોને જોડવા માટે ડો.આર.આર.કાલરીયા, ગુજરાતના તમામ એનએસએસ યુનિટ યુનિટોને જોડવા માટે ડો.ડોબરીયા, વિવિધ યુનિ. અને ભવનોને જોડવા માટે ડો.પ્રવિણ દૂલેરા (ગુજરાત વિદ્યાપીઠ-અવાદ), ડો.ઉમેશ તરપદા-ગાંધીનગર, દેવાંગભાઈ પંડયા, અમદાવાદ-સુશીલ ધરમાણી કચ્છ યુનિ. ઉપરાંત તમામ એનએસએસ પી.ઓ. વિશેષ જહેમત ઉઠાવી રહયા છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો.યશવંત ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પ્રા.નિધિ ગાંધી અને એનએસએસ કણસાગરાના ૨૦ થી વધુ વોલંટીયર્સ સતત જહેમત ઉઠાવી રહયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here