એટીપી ટેનિસ ફાઇનલ્સઃ ઝવેરેવને હરાવીને નોવાક યોકોવિચે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

0
17
Share
Share

વોશિંગટન,તા.૨૧

નોવાક યોકોવિચે સીધા સેટમાં એલેકઝાન્ડર ઝવેરેવને હરાવી એટીપી ફાઇનલ્સ ટેનિસ ટુર્નામેન્ટના અંતિમ ચારમાં પ્રવેશ કર્યો છે. વિશ્વના નંબર વન ખેલાડી નોવાક યોકોવિચે ઓ ટુ એરેના ખાતે ઝવેરેવ વિરુદ્ધ ૬-૩, ૭-૬ની વિજય હાંસલ કર્યો હતો. આ સાથે જર્મન ખેલાડી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.

વર્તમાન ટુર્નામેન્ટમાં નોવાક યોકોવિચે શાનદાર ફોર્મ દર્શાવ્યું છે. યોકોવિચ હવે ઓસ્ટ્રિયાના ડોમિનિક થિયેમ સામે ટકરાશે. વિશ્વના નંબર વન ખેલાડીની નજર હવે રેકોર્ડની બરાબરી કરનારા છઠ્ઠા ટાઇટલ જીતવા પર છે. જો યોકોવિચ ખિતાબ જીતે છે તો ૨૦૧૫ બાદ તેનો પ્રથમ ખિતાબ હશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here