એચડીએફસી બેંક સામે અમેરિકાની લો ફર્મ કેસ કરવાની તૈયારીમાં

0
28
Share
Share

મુંબઇ,તા.૧૭

અમેરિકાની શેલ લો ફર્મ અને રોઝેન લો ફર્મે ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંક સામે આક્ષેપ કર્યો છે કે તેણે રોકાણકારોને ખોટી માહિતી આપી છે. હવે આ બંને લો ફર્મ્સ રોકાણકારો તરફથી એચડીએફસી બેંક વિરુદ્ધ સિક્યુરિટી ક્લાસ એક્શન ફાઈલ કરવા અંગે વિચારી રહી છે.

આ બંને અમેરિકન લો ફર્મ્સે એચડીએફસી બેંક પર રોકાણકારોને મહત્વપૂર્ણ માહિતી ન આપી હોવાનો આરોપ મુક્યો છે. ફર્મ્સના કહેવા મુજબ બેન્કે વ્હીકલ લોનની તપાસ, આરબીઆઇને લોન આપ્યાની જાણકારી આપવામાં મોડું કર્યું તેમજ ઓછા નેટ પ્રોફિટ અંગે રોકાણકારોને માહિતગાર કર્યા ન હતા. લો ફર્મ્સે આ ત્રણેય જાણકારી ઉપર સવાલ ઉભા કર્યા છે.

એક રિપોર્ટ મુજબ, આ મામલે એચડીએફસી બેન્કનું કહેવું છે કે તેને આ બાબતની કોઈ જાણકારી નથી. બેન્કે જણાવ્યું કે, અમને પણ આ અંગે મીડિયા રિપોર્ટથી જ માહિતી મળી છે. અમે આ બાબતની તપાસ કરીશું અને યોગ્ય જવાબ આપીશું. પ્રાથમિક સ્તરે, આ તુચ્છ લાગે છે કારણ કે અમે તમામ પ્રકારની માહિતીમાં સંપૂર્ણ પારદર્શિતા રાખી રહ્યા છીએ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here