એચઆરસીટી ચેસ્ટ ટેસ્ટ બધા અર્બન કેન્દ્ર પર વિના મુલ્યે થશે

0
18
Share
Share

આ જાહેરાતથી ગરીબ દર્દીઓને રાહત મળશે : જે લોકો પૈસા ખર્ચી શકતા નથી તે લોકો સંક્રમણ અંગે જાણી શકશે

અમદાવાદ, તા. ૨૬

અમદાવાદને કોરોના મુક્ત કરવા માટે એએમસી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. ૪૫૦૦ ની કિંમતનો એચઆરસીટી ચેસ્ટ ટેસ્ટ તમામ અર્બન કેન્દ્રો ઉપર વિના મૂલ્યે કરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી ગરીબ દર્દીઓને રાહત મળશે. જે લોકો કોરોનાના ટેસ્ટ માટે વધુ રૂપિયા ખર્ચી શક્તા નથી, તેઓ હવે સરળતાથી કોરોનાનુ સંક્રમણ છે કે નહિ તે જાણી શકશે.

કોરોનાના લક્ષણો હોવા છતાં રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે ત્યારે હવેથી અર્બન કેન્દ્રોના મેડિકલ ઓફિસર ખાનગી પ્રતિષ્ઠીત ડાયોગ્નોસ્ટીક સેન્ટરમાં દર્દીનો  એચઆરસીટી નિઃશુલ્ક કરાવી શકશે. હવેથી અર્બન સેન્ટરોમાં કોરોનાનું શરુઆતમાં જ ૯૭% સચોટ નિદાન કરતો ટેસ્ટ તદ્દન મફતમાં કરી શકાશે. છસ્ઝ્ર દ્વારા શહેરને કોરોનામુકત કરવા ૪૫૦૦ ની કિંમતનો અત્યંત વિશ્વસનીય ટેસ્ટ  એચઆરસીટી  તમામ અર્બન કેન્દ્રોના ઓપીડી પ્રિસ્ક્રિપ્શનથી મફતમાં થશે. શહેરના તમામ નાગરિકોને આનો નિઃશુલ્ક લાભ મળશે અને શરુઆતમાં માઇલ્ડ સ્ટેજમા જ દર્દીનુ સચોટ નિદાન થઇ જતા પેશન્ટને મોડરેટ કે સિવિયર (ગંભીર) સ્ટેજમાં જતા અટકાવી શકાશે.

એએમસી તંત્ર દ્વારા હવે કોરોનાનું સંક્રમણ રોકવા માટે નવી રણનીતિ બનાવવામાં આવી છે. એએમસી દ્વારા હવે વ્યાપક ટેસ્ટીંગ શરૂ કરાયા છે. જેથી વધુને વધુ કોરોનાના કેસ સામે આવી શકે છે. તેમજ કોરોનાના સંક્રમિતોને રોકી પણ શકાય. તો આ સાથે જ નવી રણનીતિમાં ધાર્મિક સ્થળો, ખાનગી હોટલ તથા સાર્વજનિક સ્થળોએ કોરોનાના ટેસ્ટીંગ કરવાની શરૂઆત કરાઈ છે. દ્વારા પોતાના સફાઈ કર્મીઓના પણ કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે. શહેરમાં આવેલી વિવિધ વોર્ડ ઓફિસ અને મસ્ટર સ્ટેશનમાં ટેસ્ટ કરાઈ રહ્યા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here