એક સમયે માત્ર સેવા ગણાતુ રાજકીય ક્ષેત્ર આજના સમયે ધંધાદારી બની ગયું છે કે શું…..?

0
27
Share
Share

(જી.એન.એસ,હર્ષદ કામદાર)

એક તરફ રશિયાએ કોરોના નાથવા દવાની રસી શોધી કાઢી તેનો ઉપયોગ શરૂ કરી દીધો છે. તો ભારતમાં ગુજરાત ખાતે પણ કોરોના મારક “રેમડેક” અને “ટીએમ”  દવા એક કંપનીએ લોન્ચ કરી દીધી છે. જે દવા ઇન્જેક્શન રૂપે છે. આ કંપની શરૂઆતના  તબક્કે સરકારી અને ખાનગી હોસ્પિટલોને આ દવા આપનાર છે. પછીથી ટૂંક સમયમાં માર્કેટમાં મળતી થઈ શકશે. ગુજરાતની દવા ઉત્પાદન ક્ષેત્રની નામી કંપની ખૂબ ઝડપથી વધુ પ્રમાણમાં  દવાનુ ઉત્પાદન વધે તેવા પ્રયત્નોમાં છે. દરમિયાન ભારતમાં કોરોનાની ઝડપ હવાઈ ઝડપ બની રહી છે. ભારતમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા ૨૫ લાખની પાર કરવા તરફ આગળ વધી રહી છે. ત્યારે  કુલ મૃતાક ૪૮,૩૦૦ ઉપર પહોંચી ગયો છે. જ્યારે દેશમાં કોરોનાની દવા મળવાની રાહ જોતા લાખો લોકોમાં ખુશી ફરી વળી છે. ભારતમાં કોરોનાની અસર રાષ્ટ્રીય પર્વ  ૧૫ મી ઓગસ્ટ ઉપર પણ થવા પામી છે.છેલ્લા ઘણા વરસોથી  નાના મોટા ત્રિરંગા ઝંડાનું વિતરણ કરતા ગરીબ, મજૂર વર્ગ ઓછી સંખ્યામાં ઝંડા વિતરણ કરતા જોવા મળી રહ્યા છે. તો આવા ઝંડા ખરીદનારાઓની સંખ્યા પણ ઘટી છે. બીજી અસર શાળાઓ પર થઈ છે…  કારણ શાળાઓ શરૂ થઇ નથી એટલે વિદ્યાર્થીઓ ઘરમાં જ પુરાયેલા છે નહીં તો દેશ ભરમાં આઝાદી દિવસના બે દિવસ અગાઉ વિદ્યાર્થીઓના ત્રિરંગા ઝંડા અને રાષ્ટ્રીય સુત્રોના બેનરો સાથે વંદે માતરમ્‌ , જ્ય હિંદ સહિતના સુત્રો પોકારતા સરઘસો જે તે તમામ વિસ્તારો ગજાવતા નીકળતા હતા. અને આમ પ્રજામાં ચેતના જગાવી દેતા હતા. પરિણામે દેશભરમાં અનેકો તિરંગા ખરીદી પોતાના ઘરે તથા વાહનો પર ફરકાવીને ૧૫ ઓગસ્ટ આઝાદીની ખુશી વ્યક્ત કરતા હતા. પરંતુ એ આઝાદીની ખુશીને લોકોના ચહેરા પરથી ગાયબ થઈ જવા પામી છે… જોકે આમ પ્રજાના રાષ્ટ્રીય પ્રેમમાં કોઈ કમી નથી આવી….. પરંતુ લોકો સરકાર તરફ નફરત વ્યક્ત કરી રહ્યા છે અને તે પણ આકરી ભાષામાં… આજે પણ કરોડો લોકો રોજગારી મેળવવા દોડી રહ્યા છે…. પરંતુ રોજગારી મળતી નથી. તો ઉદ્યોગો- નોકરીના સ્થળો સહિતના અનેક એકમો બંધ જેવી હાલતમાં છે અથવા અટકી પડ્યા છે.અનેક ઉત્પાદનો પણ અટકી અટકી ગયા છે. જેના થકી બજારો ઉજળા રહેતા હતા તે સામાન્ય વર્ગના- કોમન મેનના ખીસ્સામાં પૈસાનો અભાવ છે. અને સરકારે પણ સામાન્ય વર્ગ ઉપર ધનપતિઓની જેમ આર્થિક લાભો આપ્યા નથી કે ધનપતિઓને આપેલ આર્થિક માફીની જેમ શિક્ષણ ફી, વીજળી બિલ માફ કર્યા નથી….. છતાંય લોકો ૧૫ મી ઓગસ્ટ ખરા હૃદયથી શોબાજી કર્યા વગર  ઉજવશે જરૂર….. પરંતુ તેમાં લોકોના ચહેરા પર ફિકાશ હશે…..!“

દેશમાં તાજેતરમાં રાજકીય ક્ષેત્રે જે તે સરકારને પાડી દેવાની કે  પછી ધારાસભ્યોને રાજીનામા અપાવીને પોતાનાને જીતાડવાની પ્રવૃતી શરૂ થઈ ગઈ છે ટૂંકમાં પાટલી બદલી પ્રણાલી શરૂ થઈ ગઈ છે અને એક પણ વિરોધ પક્ષને માં એક છૂટ થઈને તેની સામે અવાજ ઉઠાવતા નથી…. રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતના ટેકેદાર ૧૨૧ ધારાસભ્યોને એક હોટલમાં નજરબંધ કરવામાં આવ્યા હતા કે ત્યાં તેઓને રાખવામાં આવ્યા હતા તે ધારાસભ્યોના પગાર ભથ્થા રોકી દેવા માટે એક અરજી કોર્ટમાં દાખલ થઇ છે જેમાં રાજસ્થાનમાં પ્રતિ ધારાસભ્યને વેતન ભથ્થા સહિત રૂપિયા ૨,૫૦,૦૦૦ મળે છે… અને તેમાં જો રેલવે, વિમાન પ્રવાસ, ફર્નિચર સહિતના અન્ય ખર્ચ ઉમેરવામાં આવે તો લગભગ ૩ લાખ થવા જાય છે.જે આમ પ્રજાના ખીસ્સામાં પૈસા છે… અને આ બાબતે દેશ ભરના લોકોમાં ભારે સવાલી ચર્ચાઓ ઉઠવા પામી છે… એક સમયે જે તે પક્ષ સેવા કરનારાઓને જ ઉમેદવાર તરીકે પસંદ કરતા હતા અને ચૂંટાયેલા સભ્યો કોઈપણ અપેક્ષા વગર એક પણ પાઈ લીધા વગર પોતાના વિસ્તારના પ્રશ્નો, રાજ્યના  કે દેશના પ્રશ્નો, લોક પ્રશ્નો ઉકેલવા કાર્યરત રહેતા હતા. ત્યારે આજે કોઇપણ જાતના ટેક્સ વગરનો રાજકીય ક્ષેત્રને ધંધો બનાવી દેવામાં આવ્યો છે. જે  લોકશાહી દેશ માટે કલંક તો છે જ… પરંતુ દેશના લોકોની કમ નસીબી પણ છે..કારણ કે કંઈપણ વિચાર્યા વગર આંખો મીંચીને મતદાન કરે છે…..! તો લોકોની ચર્ચામાં એ પણ બાબત હતી કે કોઈ પણ ચૂટાયેલા સભ્યને સામાન્ય પગારદાર જેમ જ દસ કે પંદર હજાર પગાર મળે અને બસ પ્રવાસ કે ટ્રેન પ્રવાસ કે હવાઈ પ્રવાસ માત્ર સભ્યને જ ફ્રી સેવા હોય તો દેશની મોંઘવારી, બેરોજગારી સહિતના અનેક લોક પ્રશ્નોની સમજ પડે….. બાકીતો ધારાસભ્યોને ભરપેટ મળે છે પછી આમ પ્રજાના પ્રશ્નોની ખબર ક્યાંથી હોય…..?!

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here