એક લાખ રૂપિયાની લેતીદેતીમાં હત્યાના આરોપીનો મૃતદેહ નર્મદા નદી માંથી મળી આવ્યો

0
36
Share
Share

અંક્લેશ્વર,તા.૩
અંકલેશ્વરમાં ૨૯ મી જાન્યુઆરીના રોજ થયેલી એક લાખ રૂપિયાની લેતીદેતીમાં હત્યાના આરોપીનો મૃતદેહ નર્મદા નદી માંથી મળી આવ્યો હતો. હત્યા ના આરોપી હર્ષ પટેલની હત્યા કે આપઘાત સવાલ ઉભા થયા છે. હર્ષ પટેલ ના મામા દ્વારા અલ્પેશ ભૂરો નામના કિન્નર દ્વારા બને મિત્રોની હત્યા કરી હોવાનો આરોપ મુકવામાંમાં આવ્યો છે. કિન્નરે જ અનૂપ દાસ ની હત્યા કરી છે અને સબૂત છુપાવા મારા ભાણેજ ની હત્યા કરી છે. તેવો મામા દ્વારા સવાલ ઉઠાવ્યો છે. અનુપ અને હર્ષ જોડે વાતચીત કરતો ઓડિયો પણ વાયરલ થયો છે. અંકલેશ્વરના સરફુદ્દીન -બોરભાઠા રોડ પર અંકલેશ્વર દગા ફળીયામાં રહેતા અનુપ દાસની હત્યા તેના જ મિત્ર હર્ષ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
રેલ્વે માં નોકરી આપવા માટે લાખ રૂપિયા લીધા હતા જે રૂપિયા પરત માંગતા તેની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ અનુપ ના નાના ભાઈ રૂપમ દ્વારા કરવામાં આવ્યો હતો. અને રૂપમએ તેની નજર સમક્ષ જ હર્ષ પટેલએ ચપ્પુ મારી હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. જે ઘટના ના ૪ દિવસ બાદ હત્યાનો આરોપી હર્ષ પટેલ મૃત હાલત માં મળી આવ્યો હતો. હર્ષ પટેલનો મૃતદેહ ભરૂચના કસક નજીક સી ડિવિઝન પોલીસ મથક ના હદ વિસ્તારમાં નર્મદા નદી કિનારે મળી આવ્યો હતો આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જ્યાં મૃતક હર્ષ પટેલ ના પરિવારજનો પણ દોડી આવ્યા હતા અને તેમના દ્વારા હર્ષ પટેલ ની હત્યા અલ્પેશ ઉર્ફે ભૂરો ઉર્ફે કિન્નર દ્વારા કરી છે.
અલ્પેશએજ બંને મિત્ર અનુપ ને હર્ષ ની હત્યા કરી છે. મૃતક અનુપ ની માતા ના નિવેદન અનુસાર ૧ લાખ રૂપિયા અલ્પેશને આપ્યા હતા જે રૂપિયા પરત માંગતા અલ્પેશ નામના કિન્નરેજ પ્રથમ અનુપ દાસની હત્યા કરી છે. અને ત્યારબાદ તેને સાબૂત મિટાવા માટે હર્ષ ની હત્યા કરી નર્મદા નદીમાં નાખી દીધો હોવાનો આરોપ તેના મામા જીતેન્દ્ર પટેલએ કર્યો હતો. અને અલ્પેશ ભૂરોજ મુખ્ય આરોપી છે. અગાવ પણ તેને ત્રણ ચાર હત્યા કરી છે અને જેલમાં જઈ આવ્યો છે. તેણે જ મારા ભાણીયા હર્ષ પટેલ અને અનુપની હત્યા કરી હોવાનો આરોપ મુક્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here