એક રોમેન્ટિક ફિલ્મમાં સાથે કામ કરતા જોવા મળશે સારા અલી ખાન અને આયુષ્માન ખુરાના

0
26
Share
Share

મુંબઈ,તા.૧૫

કોરોનાકાળમાં પણ હવે ધીરે ધીરે બોલિવૂડ પણ ધમધમવા લાગ્યું છે. વિવિધ ફિલ્મોનું શૂટિંગ શરૂ થઈ રહ્યુ છે. ત્યારે આજે વધુ એક સમાચાર મળી રહ્યા છે. આયુષ્માન ખુરાના હાલ ચંદીગઢમાં આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. કહેવાય છે કે, તે અન્ય એક ફિલ્મ માટે નિર્માતા દિનેશ વિજાન સાથે સંપર્કમાં છે. એક ન્યુઝ પોર્ટલના અનુસાર, આ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં અભિનેતા સાથે સારા અલી ખાન જોવા મળવાની છે.

જોકે આયુષ્માન ખુરાના અને દિનેશ વિઝાને આ વાતની પુષ્ટિ આપી નથી. જો આ રિપોર્ટને સાચો માનીએ તો આ ફિલ્મ ૨૦૨૧માં ફ્લોર પર જાય તેવી શક્યતા છે. આયુષ્માન બોક્સ ઓફિસનો હુકમનો એક્કો મનાય છે. તેમાં પણ વળી તેની સાથે સારા અલી ખાન જોડાશે તો ફિલ્મ કલેકશન સારુ કરશે તેવી નિર્માતાને આશા છે. જોકે આ ફિલ્મનું શિર્ષક હજી ફાઇનલ થયું નથી. તેમજ તેની અન્ય કાસ્ટ વિશે પણ કોઇ સ્પષ્ટતા નથી. ફિલ્મ ચર્ચાના અંતિમ પડાવ પર છે અને આવતા વરસે શરૂ થાય તેવી શક્યતા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here