એક પરિવારની સત્તા ભૂખ માટે ૪૫ વર્ષ પહેલા કટોકટી જાહેર થઈ હતીઃ ગૃહપ્રધાન

0
16
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૫

ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, આ એક કડવું સત્ય છે કે, કોંગ્રેસ નેતા પોતાનું શોષણ અનુભવી રહ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ નેતા હતાશ કેમ થઈ રહ્યા છે. વધુમાં શાહે કહ્યું કે, ૪૫ વર્ષ પહેલા આજના દિવસે સત્તાની લાલચમાં એક પરિવારે દેશમાં કટોકટી લાગુ કરી હતી. તેમણે કહ્યું કે, રાતોરાત દેશને જેલમાં બદલવામાં આવ્યો હતો. મીડિયા, અદાલત બધું જ પૂર્ણ થઈ ગયું હતું. ગરીબો અને દલિતો પર અત્યાચાર કરવામાં આવ્યો હતો.

લાખો લોકોના પ્રયાસના કારણે કોટોકટી દુર થઈ હતી. ભારતમાં લોકતંત્ર બેહાલ થયું હતું પરંતુ લોકતંત્ર કોંગ્રેસ પાર્ટીમાંથી હજી પણ બાકાત રહ્યું છે. તેમણે કહ્યું કે, એક પરિવાર અને પાર્ટીનું હિત રાષ્ટ્રીય હિત પર હાવી હતું.

કોંગ્રેસ વર્કિંગ કમિટીની હાલની બેઠકનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે, બેઠક દરમિયાન વરિષ્ઠ સભ્યો અને અન્ય સભ્યોએ કેટલાક મુદ્દાઓ ઉઠાવ્યા હતા પરંતુ તેમને શાંત કરાવવા માટે તેમને દબાવવામાં આવ્યા હતા. પાર્ટીના એક પ્રવકતાને વિચાર્યા વગર બરખાસ્ત કરવામાં આવ્યા હતા. સત્ય તો એ છે કે, કોંગ્રેસના નેતાઓ પાર્ટીમાં ગુંગણામણ અનુભવી રહ્યા છે.

શાહે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના કાર્યકાળમાં લગાવવામાં આવેલી કટોકટીને લઈને કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યા હતા. તેમણે ટિ્‌વટ કરીને કોંગ્રેસ પાર્ટીની લોકતાંત્રિક પ્રકિયા પર સવાલો ઉઠાવ્યા હતા.

લોકશાહી લડવૈયાઓનું બલિદાન દેશ ક્યારેય નહીં ભૂલેઃ મોદી

૨૫ જૂન ૧૯૭૫ના રોજ દેશમાં કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી. કટોકટીને આજે ૪૫ વર્ષ પૂરા થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આજથી ઠીક ૪૫ વર્ષ પહેલા દેશ પર કટોકટી થોપવામાં આવી હતી. તે સમયે ભારતની લોકશાહીની રક્ષા માટે જે લોકોએ સંઘર્ષ કર્યો, દુઃખ સહન કર્યા, તે બધાને મારા શત-શત- નમન! તેમના ત્યાગ અને બલિદાનને દેશ ક્યારેય ભુલી શકશે નહીં.

હું વડાપ્રધાન મોદીથી ડરતો નથીઃ રાહુલ ગાંધી

સીડબ્લ્યુસીની બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી ડરતા નથી અને તેમના પર સતત હુમલો કરતા રહેશે. તેમણે પાર્ટીના મોટાભાગના નેતાઓ પર સીધા મોદીની ટીકા નહીં કરવાનો આરોપ લગાવ્યો હતો. આ માહિતી મીટિંગમાં હાજર ઘણા આંતરિક લોકોએ આપી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here