એક દિવસ કરાચી પણ હિન્દુસ્તાનમાં હશેઃ ફડણવીસ

0
16
Share
Share

મુંબઇ,તા.૨૧

ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવિસે કરાચીને લઈને મોટું નિવેદન આપ્યું છે, મુંબઈમાં હાલમાં જ કરાચી સ્વીટ્‌સને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને તેમણે આ નિવેદન આપ્યું છે.

મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસે કહ્યું કે તે અખંડ ભારત પર વિશ્વાસ રાખે છે. તેમણે કહ્યું કે અમને લાગે છે કે એક દિવસ કરાચી પણ ભારતનો હિસ્સો બનશે. ફડણવીસે આ નિવેદન મુંબઈમાં હાલમાં જ થયેલા એક વિવાદ બાદ આપ્યું છે.  આ સિવાય તેમણે લવ જિહાદને લઈને પણ કહ્યું કે દેશમાં લવ જિહાદ થઇ રહ્યો છે અને સરકારની જવાબદારી છે કે તેની સામે કાયદા બનાવે.

બાંદ્રામાં આવેલ કરાચી સ્વીટ્‌સ નામક એક દુકાનને લઈને વિવાદ ચાલી રહ્યો છે જેમાં શિવસેનાના જ કાર્યકર્તાએ દુકાનનું નામ બદલવાની માંગ કરી હતી. જોકે પાર્ટીના નેતા સંજય રાઉતે દુકાનદારનો સાથે આપ્યો અને કહ્યું હતું કે કરાચી સ્વીટ્‌સ મુંબઈમાં વર્ષોથી છે એટલે તેનું પાકિસ્તાનથી કોઈ લેવા દેવા નથી.  નામ બદલવાનો કોઈ અર્થ નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here