એક તરણવીરે સોનુ સૂદના નામ પર શરૂ કરી એમ્બ્યુલન્સ સર્વિસ

0
27
Share
Share

હૈદરાબાદ,તા.૨૧

લોકડાઉનમાં બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે એક વાત સાબિત કરી દીધી કે તે એક સારા અભિનેતાની સાથે સાથે એક સારો વ્યક્તિ પણ છે. જ્યારે આખો દેશ લોકડાઉન હેઠળ હતો ત્યારે ફક્ત બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ જ એવો હતો કે જેમણે દેશભરના મજૂરોને પોતાના વતન ઘરે પહોંચવામાં મદદ કરી હકી. તેમના આ મહાન કાર્યની આખા દેશે પ્રશંસા કરી છે. હવે તો તેને રિયલ લાઈફમાં પણ ‘હીરો’ માનવામાં આવે છે. હાલમાં જ હૈદરાબાદના એક તરણવીરે સોનુના સારા કાર્યોથી પ્રેરાઈને શિવા નામની એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે. શિવાએ આ એમ્બ્યુલન્સ સેવા સોનુ સૂદના નામે શરૂ કરી છે.

શિવા એક તરવૈયો છે. જેમણે ૧૦૦ થી વધુ લોકોને તળાવમાં કુદીને આત્મહત્યા કરતા બચાવ્યાં છે. ત્યારબાદથી તે લોકોમાં ખૂબ લોકપ્રિય થયો. આ ઉમદા હેતુ માટે તેમને દાન પણ મળવાનું શરૂ થયું શિવાએ શરૂ કરેલી એમ્બ્યુલન્સ સેવાનું નામ “સોનુ સૂદ એમ્બ્યુલન્સ સેવા” રાખવામાં આવ્યું છે. જે અભિનેતા સોનુ સૂદ(ર્જીહે ર્જીર્ઙ્ઘ)ના નામે પર છે. તેનું ઉદઘાટન ખુદ સોનુ સૂદ દ્વારા કરાયું હતું. સોનુએ શિવાને આ કાર્ય માટે અભિનંદન આપ્યા અને તેમને આ સારું કાર્ય ચાલુ રાખવા માટે પણ કહ્યું હતું.

સોનુએ એમ પણ કહ્યું કે અમને શિવા જેવા લોકોની વધુ જરૂર છે. જેઓ આવા ઉમદા કાર્ય કરવામાં અમને મદદ કરે છે. હું મારી જાતને ખૂબ ખુશ માનું છું કે મેં આ ઉદ્ઘાટનમાં ભાગ લીધો હતો. હું શિવાનો આભાર માનું છું. મેં તેમના વિશે ઘણું સાંભળ્યું છે. કે તેઓ લોકોના જીવન બચાવે અને તેમની મદદ કરે. આ એમ્બ્યુલન્સ સેવા પોલીસને જીવ બચાવવા મદદ કરશે. શિવા ઘણા વર્ષોથી આ સ્થળે રહે છે. ડૂબીને નાના ભાઈના મોત બાદ તેણે આ બચાવ સેવા શરૂ કરી હતી જે હજુ અવિરત શરૂ જ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here