એક જાન્યુઆરી ૨૦૨૧થી ટોલ પ્લાઝા પર FASTag અનિવાર્ય

0
24
Share
Share

એનએચઓઆઈ અનુસાર ફાસ્ટેગ ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, પેટીએમ પર ઉપલબ્ધ

નવી દિલ્હી, તા. ૧૫

ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાં ૧ જાન્યુઆરીથી તમામ ચાર પૈડાવાળા વાહનો માટે ફાસ્ટેગને અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં સરકાર ફાસ્ટેગના માધ્યમથી ટોલ પ્લાઝાથી ૧૦૦ ટકા ચૂકવણી મેળવવા માંગે છે અને ટોલ પ્લાઝા પર રોકડ લેવડ-દેવડને સંપૂર્ણપણે બંધ કરવા માંગે છે. નોંધનીય છે કે હાલ દેશમાં ૮૦ ટકા ટોલ પ્લાઝા પર ફાસ્ટેગની સુવિધા છે. જેને સરકાર ડિસેમ્બર અંત સુધીમાં ૧૦૦ ટકા કરવા માંગે છે. એવામાં જો આપના વાહન પર ફાસ્ટેગ નહીં લગાવ્યું હોય તો આપને હાઇવે પર અસુવિધા થઈ શકે છે. આવો જાણીએ કેવી રીતે ફાસ્ટેગ કામ કરે છે અને તેને કેવી રીતે તમે પોતાના વાહન પર લગાવી શકો છો…

નોંધનીય છે કે, ફાસ્ટેગ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અને  પહેલ છે. આ એક ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ટેકનિક છે. એક રેડિયો ફ્રીકવન્સી ઓળખ ટેગ છે, જે ગાડીઓની આગળના કાચ પર લાગેલો હોય છે, જેથી ટોલ પ્લાઝાથી પસાર થતાં ત્યાં લાગેલા સેન્સર તેને રીડ કરી શકે. જ્યારે ફાસ્ટેગ લગાવેલા વાહન ટોલ પ્લાઝાથી પસાર થાય છે તો ટોલ ટેક્સ ફાસ્ટેગથી જોડાયેલા પ્રીપેડ કે બચત ખાતામાં જાતે જ કપાઈ જાય છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અનુસાર ફાસ્ટેગ ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને પેટીએમ પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત આપ ફાસ્ટેગને બેંક અને પેટ્રોલ પંપ પરથી પણ ખરીદી શકો છો. બેંકથી ફાસ્ટેગ ખરીદતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે જે બેંકમાં આપનું ખાતું છે તે જ બેંકથી તમે ફાસ્ટેગ ખરીદો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here