એક્સટર્નલ વિદ્યાર્થીઓનું ૩૦ માર્ક્સના એસાઈમેન્ટ દ્વારા મૂલ્યાંકન કરાશે

0
17
Share
Share

અમદાવાદ,તા.૧૩

કોરોનાને લીધે તમામ પરીક્ષાઓ માર્ચ-એપ્રિલમાં લેવાઈ ન હતી પરંતુ સરકારને પરીક્ષાની મંજૂરી આપ્યા બાદ યુજી-પીજીય્ના છેલ્લા સેમેસ્ટરના રેગ્યુલર વિદ્યાર્થીઓની સાથે એક્સટર્નલના વિદ્યાર્થીઓની પણ પરીક્ષા લેવાઈ હતી. હવે ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજી-પીજીના એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે આખરે મૂલ્યાંકન પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. જેમાં યુજીમાં સેમેસ્ટર ૨ અને ૪ તથા ઁય્માં સેમેસ્ટર ૨ના એક્સટર્નલ વિદ્યાર્થીઓનું ૩૦ માર્ક્સના એસાઈમેન્ટ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. આ મૂલ્યાંકનના આધારે તેમને રિઝલ્ટ આપવામાં આવશે. એક્સટર્નલના વિદ્યાર્થીઓએ આ મૂલ્યાંકન પ્રક્રિયામાં ભાગ લેવા માટે પણ રજિસ્ટ્રેશન કરાવવું પડશે.ેંય્ઝ્રની ગાઈડલાઈન પ્રમાણે બીજા અને ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટ બેઝ પ્રમોશન આપવાનું હતું. પરંતુ એક્સટર્નલ વિદ્યાર્થીઓને રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ કોલેજમાંથી ઈન્ટરનલ માર્ક્સ મળતા નથી. જેથી ઈન્ટરનલ અને અગાઉના સેમેસ્ટરના ૫૦ ટકા માર્ક્સ મુજબ મેરિટ બેઝ પ્રમોશન આપી શકાય તેમ ન હતું.

ગુજરાત યુનિ.એ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી સીન્ડીકેટ બેઠકમાં લેખિત ઓફલાઈન પરીક્ષાને બદલે એક્ઝામ સબમિશનના આધારે પરિણામ આપવાનો નિર્ણય કર્યો હતો. સીન્ડીકેટમાં ઠરાવના એક મહિના બાદ અંતે દિવાળી ટાણે યુનિ.એ મૂલ્યાંકન પ્રક્રિયા જાહેર કરી છે. યુનિ.દ્વારા કરાયેલા પરિપત્ર મુજબ બીએ, બી.કોમ સેમસ્ટર ૨ અને ૪ તથા એમએ- એમ.કોમ સેમેસ્ટર -૨ના એક્સટર્નલના વિદ્યાર્થીઓએ વિષયવાર ૩૦ ગુણના એસાઈમેન્ટ જમા કરાવવાના રહેશે. જે માટે દરેક વિદ્યાર્થીએ સૌપ્રથમ યુનિ.ની વેબસાઈટ પર ૨૪મી સુધી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટરેશનમાં વિદ્યાર્થીએ એનરોલમેન્ટ નંબર,સીટ નંબર અને મોબાઈલ નંબર ફરજીયાત લખવાના રહેશે. જો કોઈ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન પૂર્ણ નહી કરે તો એક્ઝામ સબમિશન માટે ગેરહાજર ગણવામા આવશે. રજિસ્ટ્રેશન બાદ વિદ્યાર્થીને ઈમેઈલથી પેપર દીઠ ૧૫-૧૫ ગુણના બે પ્રશ્નો અપાશે અને જેના જવાબો વિદ્યાર્થીએ લખી સ્કેન કરી પેપર દીઠ અલગ અલગ અપલોડ કરવાના રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here