એક્શન પર રિએક્શન, અમેરિકી લોકોના વિઝા પર ચીને પણ લગાવ્યો પ્રતિબંધ

0
8
Share
Share

નવીદિલ્હી

હોંગકોંગના મુદ્દે અમેરિકાની પ્રતિક્રિયામાં ચીને પણ અમેરિકાથી આવનારા લોકોના વિઝા પર પ્રતિબંધ લગાવી દેવાનો નિર્ણય કર્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોમવારે કહ્યુ કે ચીને અમેરિકાના કર્મચારીઓ પર વિઝા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યુ કે અમેરિકા તરફથી હોંગકોંગ સંબંધિત મુદ્દા પર ખરાબ વર્તન કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે.

અગાઉ અમેરિકાએ ચીની લોકોના વિઝા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો હતો.અગાઉ અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ ચીની અધિકારીના વિઝા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. હોંગકોંગની સ્વતંત્રતા જોખમમાં મૂકનારા ચીની સરકારના અધિકારીઓને હવે અમેરિકામાં એન્ટ્રી અપાશે નહીં. એમાં અત્યારે કાર્યરત અધિકારીઓ ઉપરાંત પૂર્વ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.હોંગકોંગમાં ચીની સરકારના ઈશારે વિવિધ બિલ પસાર કરીને લોકોની સ્વતંત્રતા જોખમમાં મૂકી દેવામાં આવી છે. અમેરિકાએ ચીનના આ પગલાંનો સતત વિરોધ કર્યો હતો.ચીન પ્રેરિત હોંગકોંગ કોંગ્રેસે એવું બિલ પસાર કર્યું હતું કે હોંગકોંગમાં ચીનનો વિરોધ કરનારને આતંકવાદી જાહેર કરાશે. એ પછી અમેરિકાએ એ બિલ પાછળ અને હોંગકોંગની વર્તમાન સ્થિતિ પાછળ જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભર્યા છે.અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ કહ્યું હતું કે હું એવા તમામ ચીની સરકારના અધિકારીઓ સામે પગલાં ભરી રહ્યો છું કે જે હોંગકોંગની વર્તમાન સ્થિતિ માટે જવાબદાર છે.પોમ્પિયોએ વિઝા પ્રતિબંધની જાહેરાત કરતા કહ્યું હતુ કે અત્યારે કાર્યરત અને હોંગકોંગ મુદ્દે અગાઉ કામ કરીને નિવૃત્ત થયેલા તમામ અધિકારીઓના વિઝા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીની સરકારના અધિકારીઓ સામે પગલાં ભરાશે. તેના ભાગરૂપે આ પગલાં ભરવામાં આવ્યાં છે.અગાઉ પણ અમેરિકાએ લઘુમતી ઉઈઘૂર મુસ્લિમો સાથે ભેદભાવભર્યું વર્તન કરનારા અધિકારીઓ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. આ નવી જાહેરાતથી ચીન-અમેરિકા વચ્ચે સંઘર્ષ વધશે.અમેરિકાના નિર્ણય પર ચીને મોટી પ્રતિક્રિયા જારી કરી છે. ચીને શનિવારે હોંગકોંગ સંબંધિત મુદ્દાને લઈને ચીની અધિકારીઓ પર વિઝા પ્રતિબંધ લગાવવાનો અમેરિકાના નિર્ણયનો મોટો વિરોધ વર્તાવ્યો. સાથે જ ચીને કહ્યુ કે રાષ્ટ્રીય સુરક્ષાને બનાવવા રાખવા માટે તે મજબૂત પગલા ઉઠાવવાના રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here