એક્ટ્રેસ કવિતા કૌશિક પતિ સાથે પહોંચી હરિદ્વાર, ગંગામાં ડુબકી લગાવતી તસવીર વાયરલ

0
23
Share
Share

મુંબઈ,તા.૧૮

ફિલ્મો અને ટીવીની પૉપ્યૂલર એક્ટ્રેસ કવિતા કૌશિક આજકાલ ગંગા કિનારે ફરી રહી છે. સીરિયલ એફ આઇ આર ફેમ કવિતા કૌશિક તેના પતિ રોનિત બિસ્વાસ સાથે હરિદ્વાર પહોંચી છે. અહીં બન્ને કુંભનો આનંદ લઇ રહ્યાં છે. એક્ટ્રેસે પતિ સાથે પવિત્ર ગંગા નદીમાં ડુબકી લગાવી હતી, જેને તસવીરો તેને ખુદ ફેન્સ સાથે શેર કરી છે. કવિતાએ ચાર અલગ અલગ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે શ્રદ્ધા ભાવ અને મસ્તી કરતી દેખાઇ રહી છે. પહેલી તસવીરોમાં કવિતા અને તેનો પતિ ફોટા માટે પૉઝ આપતા દેખાઇ રહ્યાં છે.

તેમની પાછળ ગંગા નદી વહી રહી છે. આ દરમિયાન બન્ને ચહેરા પર માસ્ક પહેરેલુ છે. બીજી તસવીરમાં કવિતા કૌશિક ગંગા નદીમાં ડુબકી લગાવી રહી છે. ત્રીજી તસવીરમાં કવિતા અને તેના પતિ નદી તરફ મોં કરીને બેસીને નદી અને ઘાટને જોઇ રહ્યા છે. વળી ચોથી તસવીરોમાં કવિતા કૌશિક કેટલાક પોલીસકર્મીની સાથે તસવીરો માટે પૉઝ આપી રહી છે. આમાં કેટલીક મહિલા પોલીસકર્મી પણ છે.

આ તસવીરોને શેર કરતા કવિતાએ લખ્યું- સાવધાનીઓ અને ટેસ્ટિંગની સાથે કુંભ કેમકે જીવન પર ચાલી રહ્યું છે, પોલીસ અને સેનાના એક પરિવારનો ભાગ બનવા માટે ધન્ય. ૩૯ વર્ષીય એક્ટ્રેસ કવિતા કૌશિકે અનેક ફિલ્મો અને ટીવી સીરિયલોમાં કામ કર્યુ છે, અને સોશ્યલ મીડિયા પર તેનુ મોટુ ફેન ફોલોઇંગ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here