એક્ટર ભૂપેશ કુમાર પંડ્યાનું કેન્સરથી નિધન

0
28
Share
Share

મુંબઇ,તા.૨૪

નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના વિદ્યાર્થી રહી ચૂકેલા એક્ટર ભૂપેશ કુમાર પંડ્યાનું કેન્સરથી નિધન થઈ ગયું છે. કેન્સર સામે લડી રહેલા ભૂપેશની સારવાર અમદાવાદની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી. તેમની સારવારના ખર્ચ માટે એક ઑનલાઈન કેમ્પેઈન પણ શરુ કરવામાં આવ્યું હતું. ભૂપેશના નિધન પર મનોજ બાજપેયીએ શોક વ્યક્ત કર્યો છે.

વિકી ડોનર અને હજારો ખ્વાહિશે જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ભૂપેશના નિધનની જાણકારી એનએસડીએ ટિ્‌વટર પર આપતા લખ્યું કે, ભૂપેશ પંડ્યાના નિધનના સમચાર ખૂબજ દુખદ છે. એનએસડી પરિવાર ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. ભગવાન તેમની દિવંગત આત્માને શાંતિ આપે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here