એકતા થી જ સમાજ નો વિકાસ શક્ય છેઃ- દેવરાજ રાઠોડ

0
25
Share
Share

કાઠીયાવાડ ગાડલીયા લુહારીયા સમાજ અને એકલિંગી સેના દ્વારા ગોંડલ ખાતે સ્નેહ મિલન યોજાયુ

કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજ તેમજ એકલીંગી સેના ના જીલ્લા, તાલુકા, શહેર તેમજ ગ્રામ્ય સમિતિ ના હોદ્દેદારો ની  નિમણુંક કરવામાં આવી

ગોંડલ તા.૧૨

કાઠીયાવાડ ગાડલીયા લુહારીયા સમાજ ના જાગૃત યુવાનો દ્વારા ગોંડલ શહેર ખાતે સ્નેહ મિલન યોજાયું હતું. ગાડલીયા લુહારીયા સમાજ એ વિચરતી અને વિમુક્ત જાતી માં આવતો પછાત અને વંચિત, વિસ્થાપિત સમાજ છે.આ સમાજ મોટા ભાગે રખડતું ભટકતું જીવન જીવી રહ્યો છે. જેથી સમાજ ના બાળકો પુરતું શિક્ષણ મેળવી રહ્યા નથી.જેથી ગાડલીયા સમાજ અન્ય સમાજ કરતા ઘણો પાછળ જીવી રહ્યો છે.

આ સ્નેહ મિલન માં સમાજ ના શિક્ષણ, રોજગાર તેમજ સૌરાષ્ટ્ર ના દરેક જિલ્લા તાલુકા માં કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજ તેમજ ‘‘એકલિંગી સેના ‘‘ ના હોદેદારો ની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં સમાજ ના આશરે ૧૫૦ થી ૨૦૦ યુવાનો અને વડીલો  હર્ષ ની લાગણી સાથે જોડાયા હતા…

આગામી સમયમાં સૌરાષ્ટ્રના દરેક જીલ્લા, તાલુકા તેમજ ગ્રામ્ય  સ્તરે સમાજ ના યુવાનો ને જોડીને સંગઠન ને વધુ મજબુત બનાવવામાં આવશે.. તેમજ દરેક યુવાનો ને નિયુક્તિ પત્ર આપીને  વિવિધ પ્રકારની જવાબદારી સોંપવામાં આવી કાઠીયાવાડ ગાડલીયા લુહારીયા સમાજ તેમજ એકલિંગી સેના દ્વારા સમાજ માં લગ્ન,દવાખાના, તેમજ શિક્ષણ ને ઉપયોગી થવા માટે સમાજ ના અગ્રણીઓ એ હાકલ કરી હતી.

આ સ્નેહમિલન  માં સમાજ ના યુવાનો ને રોજગાર તેમજ સરકાર ની ‘‘મિશન મંગલમ‘‘ રોજગાર ની ટેક્નિકલ કોર્સ માટે ની માહિતી આપવામાં આવી હતી. જેથી સમાજ ના યુવાનો પણ ‘‘આત્મનિર્ભર‘‘ બને અને પોતાના પગ પર ઉભા થઈ શકે એ બાબતે અવગત કરવામાં આવ્યા હતા      કાઠીયાવાડ ગાડલીયા લુહારીયા સમાજ તેમજ ‘‘એકલિંગી સેના‘‘ દ્વારા આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર ના વિવિધ ગામોમાં ફરીને સમાજ ના બાળકો ની માહિતી એકત્રીત કરીને શિક્ષણ માટે પણ અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે તેમજ ટુંક જ સમય માં કાઠીયાવાડ ગાડલીયા લુહારીયા સમાજ ના પદાધિકારીઓ દ્વારા આખા સૌરાષ્ટ્રમાં સમાજ ની વસ્તી ગણતરી કરવામાં આવશે કાઠીયાવાડ ગાડલીયા લુહારીયા સમાજ ના વિવિધ વિસ્તારો માંથી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં સમગ્ર સૌરાષ્ટ્ર માંથી આવેલ કાઠીયાવાડ ગાડલીયા લુહારીયા સમાજ ના યુવાનો એ તનતોડ મહેનત કરી હતી. કાર્યક્રમ માં સમાજ ના વિકાસ ને લગતા મુદ્દાઓ વિશે દેવરાજ રાઠોડ એ ઉંડાણપૂર્વક સમજ આપી હતી.. તેમજ વિશાળ સંખ્યામાં સમાજ ના યુવાનો જોડાવા માટે હાકલ કરી હતી. તેમજ આગામી સમયમાં કાઠીયાવાડ ગાડલીયા લુહારીયા સમાજ ના વિવિધ વિસ્તારો માંથી મહિલાઓ ને જોડી ને મહિલા મોરચા ની સ્થાપના કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ નું આયોજન સમાજના ઉત્થાન અને યુવાનો ના શિક્ષણ ની,આરોગ્યની,રોજગારી ના મુદ્દાઓ ની ચર્ચા અને ઉકેલ ના હેતુ માટે કરવામાં આવ્યું હતું…

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here