ઋષભ પંતના વર્તન પર ભડક્યા માઇકલ વોર્ન-શેન વોર્ન

0
19
Share
Share

મુંબઇ,તા.૧૬

ભારતના યુવા વિકેટકીપર ઋષભ પંત મેદાનમાં ચોકા છક્કા માર્યા સિવાય વિકેટ પાછળ કોઇને કોઇ ચેન ચાળા કરીને ચર્ચાઓમાં છવાયેલો રહે છે. મેદાન પર પંત જ્યા ભારતીય બોલરોને ઉત્સાહીત કરી રહ્યો હતો એવા સમયે વિરોધી ટીમને છેડવાની મજા કરતો નજરે ચડ્યો હતો. બ્રિસ્બેનમાં યોજાયેલ ચોથી ટેસ્ટ મેચના પહેલા દિવસે આવુ જ કંઇક જોવા મળ્યુ હતુ.

પંત સતત ઓસ્ટ્રેલિયન બેટ્‌સમેન મેથ્યુ વેડને કંઈક કહેતો જોવા મળ્યો હતો. પંતના આ વર્તનથી ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયાના સ્પિનરો શેન વોર્ન અને માર્ક વોએ આ કાર્યવાહી અંગે નારાજગી વ્યક્ત કરી છે.

મેચના પહેલા દિવસે બીજા સત્ર દરમિયાન વોશિંગ્ટન સુંદર બોલિંગ કરી રહ્યો હતો અને તેનો સામનો કરી રહ્યો હતો. આ દરમિયાન પંત સતત વિકેટ પાછળથી કંઈક કહેતો હતો. પંતની આ વર્તણૂક અંગે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર માર્ક વોએ કહ્યું કે, મને કીપર સાથે વાત કરવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ જ્યારે બોલર બોલ નાખતો હોય તો આવુ ન થવું જોઈએ. તમે ચૂપ રહી શકો. “માર્ક વોએ કહ્યું,” મને લાગે છે કે આ પરિસ્થિતિમાં અમ્પાયરે દખલ કરવી જોઈએ. આ ખેલાડીઓ તેમના હાથમાં નથી.

શેન વોર્ન માર્ક વોના મંતવ્યો સાથે સંમત થયો,કહ્યુ કે, “વિરોધી બેટ્‌સમેનો સાથે મસ્તી કરવી પંત પાસે સંપૂર્ણ અધિકાર છે પરંતુ જ્યારે બોલર રન અપ લે છે ત્યારે નહીં. પંત બેટિંગ દરમિયાન તેની ટીમના સાથીઓ સાથે હસી રહ્યો છે. પરંતુ જો બોલર દોડવાનું શરૂ કરે છે તો તમારે ચુપ રહેવુ જોઇએ. બેટ્‌સમેનને એકાગ્ર થવા દેવા જોઈએ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here