ઊંઝા એપીએમસીમાં મહાકૌભાંડનો પર્દાફાશ, દિવસભરની આવકમાંથી ૯૭ ટકાની કટકી

0
14
Share
Share

ઉંઝા,તા.૧૫

એશિયાના સૌથી મોટા ઉંઝા એપીએમસીમાં કરોડ રૂપિયાના કૌભાંડ સામે આવ્યું છે. એપીએમસીના વહીવટદારો જ સીધી કટકી કરીને પોતાના ઘર ભેગી કરી રહ્યા છે. અને આ સમગ્ર ઘટના સંદેશના કેમેરામાં કેદ થઇ છે. એપીએમસી માર્કેટમાં દરરોજ હજારોની સંખ્યામાં ખેતરોમાંથી પાકનું વેચાણ માટે ખેડૂતો આવે છે. આ ખેડૂતો પોતાનો પાક જે તે વેપારીઓને વેચે છે. ત્યારબાદ વેપારીઓ આ પાક ખરીદી માટે એપીએમસીમાં રોકડ અથવા ચેકથી ચુકવણું કરે છે. જેને સેસ કહેવાય છે જે એક મુજબનો સર્વિસ માટેનો લેવાતો ટેક્સ છે. આ સેસ માટે વેપારીઓ અને એજન્ટો ઓફિસોમાં જઈને પૈસા ભરતા હોય છે. જેની રસીદો અને કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી એક ખાસ સોફ્ટવેરમાં થાય છે. આ સામાન્ય ઘટનાક્રમ છે અને દરેક જગ્યાએ આ રીતે કામગીરી થાય છે. હવે ઉંઝ એપીએમસીમાં ઉલ્ટીગંગા વહે છે. અહીં રસીદ પૈસા ભરનારના સામે દેખાડવામાં આવે છે અને તેની સામે જ ફાડી નાખવામાં આવે છે.

એક જ રસીદ નંબર અને એક જ નામ આખો દિવસ ચાલે છે. નામ એક, નંબર એક અને પૈસા અલગ અલગ. વાયરલ થયેલા એક વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ક્લાર્ક આ રીતે રિસીપ બનાવે છે અને ફાડે છે અને તેમાં નામ એક છે અને રસીદો અલગ અલગ છે. આવું કેમ? રસીદના નામ એકઠા કરવામાં આવતા પૈસાની રકમ અધધ હોય છે અને સોફ્ટવેરમાં સાંજે હજારો રૂપિયામાં જ જમા થાય છે. તો લાખો રૂપિયા કોણ ચાઉં કરી જાય છે. આ રીતે સોફ્ટવેર અને રસીદમાં છેડછાડ કરવાનું મુખ્ય કારણ શું અને કોના હિતમાં કે ફાયદા માટે રસીદો ફાડી નાખવામાં આવે છે? ઊંઝા એપીએમસી ખાતે આ પ્રથા વર્ષોથી ચાલતી આવે છે. હવે વર્ષ ૨૦૧૯માં સૌમિલ પટેલ નામના ક્લાર્કની વરણી કરવામાં આવી છે.

ઊંઝામાં દરરોજ કેટલી બોરી પાક આવે છે અને સીઝનમાં કેટલા આવે છે તેની ગણતરી પમ કરાય છે. સૌમિલ ક્લાર્ક તરીકે નોકરીએ લાગ્યો ત્યારબાદ તેને આ કામગીરી કરવાની હોય છે અને તેને પણ આ રસીદો ફાડી નાખવાની જ હોય છે. આ ઓફિસમાં આવતા સેસની ગણતરી અને કેવી રીતે રોકડ લેવાય છે તેની પણ ગણતરી રાખવાની હોય છે. સેસની રકમ રોકડમાં લેવામાં આવે છે, અને અમુક લોકો ચેકથી પણ ચુકવણી કરવામાં આવે છે. હવે આ કૌભાંડ કેવી રીતે ચાલે છે. એક જ રસીદને વારંવાર સોફ્ટવેરમાં એક જ નામ સાથે બનાવવા આવે છે. ત્યારબાદ તેનો નાશ કરવામાં આવે છે. આખા દિવસની રોકડ રકમમાંથી ફક્ત ત્રણ ટકા રકમ જ સોફ્ટવેરમાં આવક દેખાડાય છે અને બાકીની ૯૭ ટકા રકમનું કૌભાંડ આચરવામાં આવે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here