ઉ.પ્રદેશ સરકાર પોલીસમાં ૨૦ ટકા પદો પર મહિલાઓની ભરતી કરશે

0
18
Share
Share

લખનઉ,તા.૧૭

યુપી પોલીસમાં હવે ૨૦ ટકા પદો પર મહિલાઓની ભરતી કરાશે તેવુ એલાન યુપીના સીએમ યોગી આદિત્યનાથે કર્યુ છે.

યુપીમાં હાથરસ સહિતની રેપની ઘટનાઓના પગલે આખા દેશમાં યુપી સરકાર પર જાગેલા વિવાદની વચ્ચે યુપી સરકારે હવે રાજ્યમાં મિશન શક્તિ અભિયાન શરુ કર્યુ છે.આ પ્રસંગે તેમણે સીએમ યોગી આદિત્યનાથે એલાન કરતા કહ્યુ હતુ કે, યુપી પોલીસમાં હવે ૨૦ ટકા જગ્યાઓ મહિલાઓ માટે જ રહેશે.

જે રેપનો ભોગ બનેલી પીડિતાઓ માટે સાચી શ્રધ્ધાંજલિ હશે.રેપ કરનારાઓ પર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને તેમને તરત જ સજા આપવામાં આવશે.બળાત્કારીઓ સામે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવામાં નહી આવે.

યુપી સરકારે શરુ કરેલા મિશન શક્તિ અભિયાનમાં ૨૪ સરકારી વિભાગો તેમજ બીજી સામાજિક સંસ્થાઓને જોડવામાં આવશે.યોગીએ કહ્યુ હતુ કે, રેપિસ્ટોના પોસ્ટરો જાહેરમાં લગાવવામાં આવશે.

યુપી સરકારનુ મિશન શક્તિ અભિયાન ૨૫ ઓક્ટોબર સુધી ચાલશે.જેમાં તમામ જિલ્લાઓના સરકારી અધિકારીઓને જોડવામાં આવશે.મહિલાઓ અને બાળકો સાથે જોડાયેલા મુદ્દાઓ પર કાર્યક્મરોનુ આયોજન કરાશે.ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે જાગૃતિ આવે તે માટેના મુદ્દાઓ પર ભાર મુકવામાં આવશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here