ઉ.પ્રદેશ એડીજીપી લૉ એંડ ઑર્ડર પ્રશાંત કુમારનો દાવો

0
21
Share
Share

હાથરસની પીડિતા સાથે દુષ્કર્મ નથી થયું,ગળામાં ઇજા થતાં મોત થયું

લખનઉ,તા.૧

ઉત્તર પ્રદેશના હાથરસની ૧૯ વર્ષીય પીડિતા પર બળાત્કાર થયો ના હોવાની રાજ્યની પોલીસની થિયરી સાચી ઠરી છે. પોલીસે જણાવ્યું હતું કે, પીડિતાનું મોત ગળાના ભાગે થયેલી ગંભીર ઈજા અને ત્યાર બાદ ભારે આઘાતમાં સરી પડવાના કારણે થયું હતું. હ્લજીન્ રિપોર્ટમાં પણ આ વાત સાચી ઠરી છે.

ઉત્તર પ્રદેશ પોલીસના એડીજીપી લો એંડ ઓર્ડર પ્રશાંત કુમારે દાવો કર્યો હતો કે, હાથરસની ૧૯ વર્ષની યુવતી સાથે બળાત્કાર થયો જ નથી. યુવતીનું મોત તો ગળામાં ગંભીર ઈજા થતા અને ત્યાર બાદ આઘાતના કારણે થયું છે. આ વાત હવે ફોરેંસિલ સાયંસ લેબના રિપોર્ટમાં પણ સાચી સાબિત થઈ છે.

ઉત્તર પ્રદેશ પોલીસના એડીજીપીએ લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે કહ્યુ હતું કે, ઘટના બાદ યુવતીએ પોલીસને આપેલા નિવેદનમાં પણ તેની સાથે બળાત્કાર થયો હોવાની વાત કહી જ નહોતી. તેને માત્ર મારપીટ થયાનો જ આરોપ લગાવ્યો હતો. કુમારે કહ્યું છે કે, સામાજીક સૌહાર્દને બગાડવા અને જાતિય હિંસા ભડકાવવા માટે કેટલાક લોકો તથ્યોને ખોટી રીતે રજુ કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, પોલીસે હાથરસ કેસમાં તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. હવે અમે આ કેસનું ખોટું અર્થઘટન કરીને સામાજીક માહોલ ખરાબ કરવા અને પ્રદેશમાં જાતિય હિંસા ભડકાવવાનો પ્રયાસ કરનારાઓની ઓળખ કરી રહ્યાં છીએ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here