ઉલ્ટા ચશ્માની રિટા રિપોર્ટરના લગ્નને નવ વર્ષ પુરા થયા

0
19
Share
Share

ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર તેમજ પ્રિયાના પતિ માલવ રાજદાએ પણ પત્ની સાથેની વિવિધ તસવીરો શેર કરી છે

મુંબઈ,તા.૨૦

સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની રિટા રિપોર્ટર એટલે કે એક્ટ્રેસ પ્રિયા આહુજા અને માલવ રાજદાની આજે ૯મી વેડિંગ એનિવર્સરી છે. લગ્નની નવમી વર્ષગાંઠ પર પ્રિયા અને માલવે કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. સાથે જ એકબીજાને રમૂજી અંદાજમાં શુભેચ્છા પણ આપી છે. પ્રિયા આહુજાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી છે. એક તસવીરમાં લગ્ન દરમિયાન માલવ બગાસા ખાતો જોવા મળે છે જ્યારે પ્રિયાના ચહેરા પર પરણવાની ખુશી દેખાય છે. બીજી તસવીરમાં માલવ પ્રિયાની માંગ ભરતો જોવા મળે છે. તો ત્રીજી તસવીરમાં લગ્ન બાદ માલવ પ્રિયાના કપાળ પર ચુંબન કરતો જોવા મળે છે. આ તસવીરો શેર કરતાં પ્રિયાએ લખ્યું, માનવ સ્વભાવઃ અમે એક જ પરિસ્થિતિમાં ભિન્ન પ્રકારે વર્તીએ છીએ. આ જ અમારા સંબંધની ખૂબસૂરતી છે. ૯ વર્ષના સંગાથની શુભેચ્છાઓ. એકબીજાને આટલા સહન કર્યા છે આગળ પણ કરીશું. પ્રિયાની આ પોસ્ટ પર સીરિયલમાં સોનુનો રોલ કરતી એક્ટ્રેસ પલક સિદ્ધવાનીએ બે હાર્ટના ઈમોજી મૂકીને કોમેન્ટ કરી છે. જ્યારે અંજલી ભાભી એટલે કે એક્ટ્રેસ સુનૈના ફોજદારે હેપી એનિવર્સરી લખ્યું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર અને પ્રિયાના પતિ માલવ રાજદાએ પણ પત્ની સાથેની વિવિધ તસવીરો શેર કરી છે. માલવે લખ્યું, હેપી એનિવર્સરી લવ. વિશ્વાસ નથી થતો ૯ વર્ષ થઈ ગયા. હેટ્‌સ ઓફ ટુ મી લવ યુ. માલવની પોસ્ટ પર પણ એક્ટ્રેસ પલક સિદ્ધવાની કોમેન્ટ કરી છે. પલકે લખ્યું, હું ઓળખું તેમાંના બેસ્ટ કપલને હેપી એનિવર્સરી જણાવી દઈએ કે, પ્રિયા અને માલવની મુલાકાત સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર થઈ હતી. બંને પ્રેમમાં પડ્યા અને ૧૯ નવેમ્બર ૨૦૧૧ના રોજ લગ્ન કર્યા હતા. માલવ અને પ્રિયાનો એક દીકરો છે અરદાસ, તેનો જન્મ ૨૦૧૯માં થયો છે. પ્રિયા અને માલવ સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ રહે છે. તેઓ પોતાના દીકરા સાથેની તસવીરો અવારનવાર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરતાં રહે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here