ઉર્વશી રૌટેલાને એરપોર્ટ પર લિજેન્ડરી મિલ્ખા સિંહ મળ્યા

0
26
Share
Share

અભિનેત્રી ઉર્વસી રૌતેલાએ તેનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મિલ્ખા સિંહ સાથેનાં બે વીડિયો શેર કર્યા હતા

મુંબઈ,તા.૨૦

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ તેનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો ચે જેમાં તે એરપોર્ટ પર છે જ્યાં તેને લીજેન્ડરી મિલ્ખા સિંહ મળે છે. તેમની સાથે મુલાકાત દરમિયાન ઉર્વશી રૌતેલા તેમનાં એરપોર્ટ પર જ પગે લાગી આશીર્વાદ લે છે. ઉર્વશીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ પસંદ થઇ રહ્યો છે અને તેનાં પર ફેન્સ ખુબ બધી સારી સારી કમેન્ટ્‌સ પણ કરી રહ્યાં છે. ઉર્વસી રૌતેલાએ તેનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર મિલ્ખા સિંહ સાથેનાં બે વીડિયો શેર કર્યા છે. પહેલાં વીડિયોમાં તે મિલ્ખા સિંહનાં પગે લાગતી નજર આવે છે તો બીજા વીડિયોમાં તે તેમની સાથે તસવીર લેતી નજર આવે છે. આ વીડિયો શેર કરતાં જ ઉર્વશીએ લખ્યું છે કે, પોતે એક સ્પિનસ્ટર હોવાને કારણે લીજેન્ડરી મિલ્ખા સિંહ સર સાથે મુલાકાત અદ્ભૂત રહી. આપને જણાવી દઇએ કે, વર્ષ ૧૯૫૮માં દર ચાર વર્ષે કોમવેલ્થ ગેમ્સનું આયોજન વેલ્સનાં કાર્ડિફમાં થતું હતું. આ રમતમાં ભારત તરફથી ભાગ લેનારામાં મિલ્ખા સિંહ નામનાં એથલીટ પણ શામેલ હતાં. આ રમતમાં ૪૦૦ મિટરની રેસમાં પહેલાં તે નામ દુનિયા માટે અપરિચિત હતું પણ આ રેસ પૂર્ણ થતાં જ મિલ્ખા સિંહનાં તે સફરની શરૂઆત થઇ જેનાંથી તેમને ફ્લાઇફંગ સિખની ઉપાધી મળી હતી. પંજાબનાં તદ્દન સામાન્ય દેખાનારા આ યુવકે કોઇ પ્રોપર ટ્રેનિંગ વગર સાઉથ આફ્રિકાનાં દિગ્ગજ મેલ્કમ સ્પેસને પછાડીને ઇતિહાસ રચી લીધો હતો. મિલ્ખાએ કોમનવેલ્થ ગેમ્સમાં આઝાદ ભારતને પહેલો ગોલ્ડ મેડલ પોતાનાં નામે કર્યો હતો. આપને જણવી દઇએ કે, ઉર્વશી રૌતેલા હવે અરબ ફેશન વીકમાં શો સ્ટોપર બનનારી પહેલી ભારતીય મહિલા હતી. ઉર્વશીની અંતિમ કોમેડી ડ્રામા ફિલ્મ વર્જિન ભાનુપ્રિયા હતી. જેમાં ગૌતમ ગુલાટી અને અર્ચના પૂર્ણ સિંહ પણ મહત્વપૂર્ણ રોલમાં હતાં. વર્તમાનમાં ઉર્વશી તેની અપકમિંગ તેલુગુ ફિલ્મ બ્લેક રોઝનાં શૂટિંગમાં બિઝી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here