ઉબેરની મુંબઈની ઓફિસને તાળા લાગ્યા

0
48
Share
Share

મુંબઇ,તા.૪

ઓનલાઈન કેબ બુકિંગ સર્વિસ આપનારી ઉબરે રિસ્ટ્રક્ચરિંગ અંતર્ગત મુંબઈ ખાતેની પોતાની ઓફિસને તાળા મારી દીધા છે. જોકે, ઉબરની ઓફિસ બંધ થઈ જવા છતા પણ શહેરમાં કેબ સર્વિસ પર કોઈ અસર નહીં પડે અને પહેલાની જેમ જ કેબ સર્વિસ યથાવત્‌ જ રહેશે. ઉપર કંપનીના પ્રવક્તા સાથે વાત કરતા તેમણે કહ્યું કે મુંબઈમાં પોતાના તમામ પ્રવાસીઓને કંપની હંમેશા ઉચ્ચ સ્તરની સેવા પૂરી પાડતી રહેશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈની ઓફિસ બંધ કરવાનો નિર્ણય વૈશ્વિક રિસ્ટ્રક્ચરિંગ યોગનાનો એક ભાગ છે. મે મહિનામાં ઉબરના સીઈઓ દારા ખોસરોસીએ પોતાની કંપનીના કર્મચારીઓને સૂચના આપી હતી કે દુનિયાભરમાં તેઓએ પોતાની ૪૫ ઓફિસ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

એક સૂત્રના જણાવ્યા અનુસાર મોટા ભાગના કર્મચારીઓને કોરોના વાયરસની મહામારી દરમિયાન ઘરેથી કામ કરવા માટેની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. જોકે, હજી સુધી આ અંગે કોઈ પુષ્ટી નથી થઈ શકી કે મુંબઈની ઓફિસ બંધ થવાના કારણે તે ઓફિસના કાર્મચારીઓની છટણી કરવામાં આવશે કે નહીં.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here