ઉપલેટા : નીલાખા બાદ નાગવદર ગામે થતી બેરોકટોક ખનીજ ચોરી

0
27
Share
Share

ધોરાજી, તા.૮

નીલાખા ગામે ખનીજ ચોરી કરતા રેતી માફીયાઓ સામે ગામ લોકોએ ધાક ધમકી આપતા ગામ આખુ બહાર નીકળી ગયેલ હતુ અને રેતી માફયાઓના બે મોટર સાયકલ, કોમ્પ્યુટર સળગાવી નાખેલ એટલું જ નહીં ખનીજ ચોરોની ઓફીસમાં પણ તોડફોડ કરવામાં આવેલ હતી. આ બનાવ બાદ ખનીજ માફીયાઓ આ ટોળા વચ્ચેથી જાન બચાવીને મુઠ્ઠીઓ વાળીને ભાગતા અને ગામ લોકો પાછળ પાણાવાળી કરતા હોવાની વીડીયો સોશ્યલ મીડીયામાં ફરતા રહ્યા અને આખા તાલુકામાં આ બનાવ ચર્ચાનો વિષય બનેલ હતો એટલું જ નહીં આ બનાવને ૪૮ કલાક જેવો સમય જવા છતા આ બનાવ અંગે જાણવા જોગ એન્ટ્રી જ કરેલ છે.

આ બાબતે નીલાખાના ગ્રામજનો રાજકોટ કલેકટર કચેરીએ જઈને ધારાસભ્ય લલીત વસોયાની હાજરીમાં રજુઆતો કરતા કલેકટરે પગલા લેવાની ખાત્રી આપી હતી. આ બનાવની શાહી સુકાઈ નથી ત્યાં બાજુમાં આવેલ નાગવદર ગામની વેણુ નદીમાં આખી રાત ૨૦-૨૫ ડમ્પર અને જે.સી.બી.થી આખી રાત ખનીજ ચોરી થતી રહી આ અંગે પોલીસમાં કેટલાક જાગૃત ગ્રામજનોએ જાણ કરવા છતા પણ આખી રાત ખનીજ ચોરી બેરોકટોક ચાલુ રહી ત્યારે પ્રશ્ન થાય છે. ઉપલેટા તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જેવું કાંઈ છે કે નહી.

ગધેથડના આગેવાન અશ્વિનસિંહ વાળાએ જણાવેલ હતુ કે રીતે ચોરોએ ગેરકાયદેસર રેતીના ડમ્પરોએ ચલાવીને તંત્રને ખુલ્લો પડકાર ફેકેલો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here