ધોરાજી તા. ૧ર
ઉપલેટાનાં રામનગરમાં રહેતા આહિર મારખીભાઇ ગોવિંદભાઇ ભાદરકા (ઉ.વ. પ૪) એ આપઘાત કરેલ છે. મરનારની બોડી ઉપલેટા સરકારી હોસ્પીટલમાં આવતા ફરજ ઉપરના ડો.એમ.એમ. વાળા એ પોલીસમાં જાહેર કરતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ પો.જ. જયંતિભાઇ એ હાથ ધરેલ છે.
સસરાનો જમાઇ પર હુમલો
ઉપલેટાના પોરબંદર રોડ પર બંસી પાન પાસે સસરા એ જમાઇ ઉપર હુમલો કરતા ઇજા થતા હોસ્પીટલમાં દાખલ થયેલ છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે. ઉપલેટા સ્વામીનારણ સોસાયટીમાં રહેતા ટ્રક ડ્રાઇવર આહિર વિરમભાઇ સાજણભાઇ ગોરીયા (ઉ.વ. ૪ર) ગઇકાલે સવારે પોરબંદર રોડ પર આવેલ બંસી હોટલ પાસે બેઠેલ હતા. ત્યારે તેમના સસરા લખમણભાઇ નારણભાઇ ડાંગર તથા ગોવિંદભાઇ મારૂે લાકડી વડે હુમલો કરીને માથાના ભાગમાં ઇજા કરેલ હતી. વિરમભાઇની પત્ની છેલ્લા ૧ાા માસથી તેમના પિયર રીસામણે હોય જેમના મન દુઃખના કારણે આ હુમલો કરેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવેલ છે. ઉપલેટા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ પો.જ. જયંતીભાઇએ હાથ ધરેલ છે.