ઉપલેટામાં ઉપરી અધિકારીનાં ત્રાસથી મહિલા બ્લોક હેલ્થ ઓફીસરનું રાજીનામું

0
13
Share
Share

ધોરાજી, તા.૧૨

ઉપલેટામાં કોરોના વોરિયર્સોએ દેશ આપતી સમયે માનવ સેવા કરવાની હોય છે ત્યારે ઉપલેટામાં આરોગ્ય વિભાગમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા તબીબો કોઈને ગાંઠતા નથી નોકરીના બદલે પોતાની ખારચિયા ગામે આવેલ વાડીમાં એશ આરામ કરી સરકારનો તગડો પગાર લઈ માથે બ્લોક હેલ્થ દરજ્જાના ડોકટરને તારે જે કરવું હોય તે કરી લેજો મારી વિરૂધ્ધમાં ફરિયાદ કરી છે જે મારા છેડા આરોગ્ય મંત્રી તેમજ સચિવ સુધી છે મારુ કોઈ કાંઈ બગાડી નહીં લે પણ તારી જિંદગી બગાડી નાખીશ તેવી પોન ઉપર ધમકી-બડાઈ મારતા આખરે કંટાળી ગયેલ છે. મહિલા બ્લોક હેલ્થ ઓફિસરે પોતાનું રાજીનામું જિલ્લા વિકાસ અધિકારીને સુપ્રત કરી દીધેલ હતું. ગઈકાલે તાલુકા સુપરવાઈઝર નરીન ડઢાણિયાના માનસિક ત્રાસથી કંટાળી તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો.હેપી પટેલે રાજકોટ જિલ્લા અધિકારીને રાજીનામાના પત્રમાં જણાવેલ કે, તાલુકાના મુખ્ય સુપરવાઈઝર નરીનભાઈ ડઢાણિયાના માનસિક ત્રાસથી કંટાળી તથા ધાક ધમકીઓથી ત્રાસીને રાજીનામુ આપવાની ફરજ પડેલ છે જે આજ સુધી અનેક ધાક ધમકીઓ જેવી કે કરપ્શનના કેસમાં સંડોવાથી લઈને બદલી કરાવી નાખીશ સુધીની તથા જયારે પણ જિલ્લા કક્ષાએથી સોપેલ કામગીરી સોંપવામાં આવે ત્યારે હું તો નિવૃત છુ મને ડિસ્ટર્બ કરસવો નહીં. તમારાથી જયા ફરિયાદો કરવાની થતી હોઈ તે કરી દેવાની છૂટ છે. આ ઉપરાંત હું કર્મચારી વર્ગ- ૩નો પ્રમુખ છુ જે રસ્તામાં આવશે બધાની બદલી કરાવી શકું છું. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પયેલ, આરોગ્ય સચિવ જયંતી રવિ તથા આરોગ્ય કમિશનર સાથે બેસવાના સંબંધો રાખુ છું. આ સિવાય તેમના દ્વારા બોલવામાં આવેલ રેકોર્ડિગમાં સ્પષ્ટ બોલેલ ચે કે, મારે આગળ પાછળ કોઈ છે નહીં પરંતુ મેડમના લગ્ન થયેલ નથી તેમની જિંદગી બગડી જશે સુધીની તથા નિચલી કક્ષાની અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરેલ છે મારી ગરીમા તથા પ્રતિષ્ઠા ઉપર વાર કરેલ છે તથા આ કક્ષાની ભાષા સાંભળીને મારા પરિવારજનો ચિંતામાં મુકાયેલ છે. આથી આ કાર્ય સ્થળ મને કામ કરવા માટે સુરક્ષિત લાગતુ ન હોવાથી હું જયાં સુધી તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી હું મારી ફરજ પર હાજર રહી શકીશ નહીં. જેથી તાલુકા હેલ્થ ઓફિસર તરીકેની કામગીરી બીજાને સોંપવા જણાવાયું છે. આ રાજીનામા અંગેના ઘેરા પ્રત્યાઘાતો સાથે ચકચાર મચી જવા પામી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here