ઉપલેટાનાં નામચીન શખ્સને ઝડપી પાડતી એસઓજી

0
25
Share
Share

જીવલેણ હુમલો, હથીયાર-ઠગાઇ જેવા ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલ શખ્સ ચાર ગુન્હામાં વોન્ટેડ હોવાનું ખુલ્યુ

ધોરાજી તા. ૨૫

રાજકોટ ગ્રામ્ય, સુરત શહેર, જામનગર, રાજકોટ શહેર સહિતના જિલ્લાઓમાં ખુનની કોશીષ, હથિયાર અને છેતરપીંડી સહિતના ગુનાઓ આચરી ચાર વર્ષથી નાસતા-ફરતા શખ્સને ઉપલેટાનાં કૃષ્ણનગર વિસ્તારમાં જ રેકી કરી આરોપીને રાજકોટ રૂરલ એસઓજીએ દબોચી કાર્યવાહી આદરી હતી. આરોપી ઉપલેટામાંથી જ ઝડપાતા સ્થાનિક પોલીસ પણ શંકાસ્પદ ભુમિકામાં હોવાનું સેવાઇ રહયુ છે. આ અંગે હાલ આરોપીની પુછતાછ શરૂ કરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ રેન્જનાં ઇન્ચાજર્ આઇજી પ્રવિણકુમાર મીણાના માગદર્શન હેઠળ રૂરલ એસઓજી પીઆઇ એ.આર. ગોહિલ, પીએસઆઇ એચ.ડી. હિંગરોજા, એએસઆઇ વિજયભાઇ ચાવડા, ઉપેન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, રવિદેવભાઇ બારડ, અનિલભાઇ ગુજરાતી સહિતના સ્ટાફે બાતમીના આધારે ૪૦ ગુનામાં સંડોવાયેલા અને ચાર ગુનામાં વોન્ટેડ ઉપલેટાનો રોહિત દેવશીભાઇ સોલંકીને કૃષ્ણનગરમાં બંધ મકાનમાંથી રેકી કરીને દબોચી લીધો હતો.

આરોપી વિરૂધ્ધ હત્યાનો પ્રયાસ, હુમલા, મારામારી, છેતરપીંડી, હથિયાર, ખંડણી, પોલીસ પર હુમલો, ચોરી, લુંટ અને દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. રાજકોટ શહેરમાં ૯, જુનાગઢ શહેર અને જિલ્લામાં ૧૦ મળી કુલ ૪૦ ગુના નોંધાયા હતા. રૂરલ એસઓજી અને એલસીબી દોઢ માસથી આરોપીને દબોચી લેવા કામે લાગી હતી.

આ સિવાય આરોપી રોહિત સોલંકીને પકડવા જામનગર, જામજોધપુર પોલીસ, રાજકોટ ક્રાઇમ બ્રાંચ વગેરે પણ શોધતી હતી. આરોપી વારંવાર જગ્યાની સાથે સાથે મોબાઇલ ફોન અને વેશ બદલીને રહેતો હતો. આરોપી રોહિત રાજકોટ ક્રાઇમ બ્રાંચના ચીટીંગના ગુનામાં, જામજોધપુરના આર્મ્સ એકટ, સુરતનાં સરથાણા પોલીસ મથકમાં મારામારી સહિત ચાર ગુનામાં વોન્ટેડ હતો.

આરોપી દબોચાયા બાદ પોલીસે પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેના મિત્રો કૃષ્ણનગરના મકાનમાં બે ટાઇમનું ટીફીન આપી મકાને તાળુ મારી દેતા હતા. જેથી ત્યા આવતા-જતા લોકોને મકાન બંધ હોવાનું જણાતું હતુ. તેના સાગ્રીત પાર્થ કાલાવડીયાની પોલીસે શોધખોળ આદરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here