ઉપલેટાઃ યુવાનનાં બેંક ખાતામાંથી ઉઠાંતરી થયેલી રકમ પરત અપાવતી પોલીસ

0
16
Share
Share

ધોરાજી, તા.૧
ઉપલેટાના કલોણા ગામ ના યુવાન ને ફોન કરી બેંક એકાઉન્ટની માહિતી મેળવીને બાવન હજાર રુપિયાની ઓનલાઈન છેતરપિંડી થઈ હતી જોકે રાજકોટ રુરલ સાઇબર સેલે તાત્કાલિક કાર્યવાહી કરી સ્ટોપ પેમેન્ટ કરાવી ને આ રકમ એકાઉન્ટ માં પરત જમા કરાવી હતી. ઉપલેટામાં કલોણા ગામે રહેતા અને સ્ટોન ક્રસર નું કામ કરતા આશિષ ભાઈ છગન ભાઈ ચાવડા ને કેવાયસી ના નામે ફોન કોલ આવ્યો હતો અને બેંક એકાઉન્ટની માહિતી જાણવા માટેની વાતચીત કરી હતી ઓનલાઇન છેતરપિંડી કરતી ટોળકીએ આશિષભાઈ સાથે કેવાયસી બાબતે વિગતવાર માહિત મેળવીને જો માહિતી નહીં આપો તો એકાઉન્ટ બંધ થઈ જશે તેવું કહેતા આશિષભાઈ એ પોતાના કેવાયસી ની માહિતી આપી હતી અને મોબાઈલ નંબર માં આવેલા ઓટીપી નંબર પણ જણાવી દીધા હતા જેના આધારે આશિષ ભાઈના બેંક એકાઉન્ટમાંથી ઓનલાઇન ૫૦૦૦૦ અને ૨૦૦૦ એમ ૫૨ હજાર રુપિયા ઉપડી ગયા હતા.આ અંગે તાત્કાલિક તેમણે બેંકમાં ફોન કરીને છેતરપિંડી થયાનું તેમજ રાજકોટ રુલર સાયબર સેલ ને માહિતી આપતા બેંક માંથી તાત્કાલિક સ્ટોપ પેમેન્ટ કરાવવામાં આવ્યું હતું. તેમજ રાજકોટ સાયબર સેલ ની ટીમે કાર્યવાહી કરી ૫૨ હજારની રકમ આશિષભાઈ ના એકાઉન્ટમાં જમા કરાવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here