ઉપલેટાઃ મોટી પાનેલી ગામે ફુલઝર તળાવમાંથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો

0
19
Share
Share

ધોરાજી, તા.૨૪

ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે લીબડા ચોકમાં પરચુરણ વસ્તુઓનો વેપાર કરતા ખોજા આધેડની લાશ ગામના ફુલજર તળાવમાંથી મળી આવી હતી. ભાયાવદર સરકારી હોસ્પિટલમાં લાશ આવતા ફરજ ઉપરના ડોક્ટરએ ભાયાવદર પોલીસમાં આ અંગે જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગે વિગતો એવા પ્રકારની છે કે મોટી પાનેલી ગામે પ્રિન્સ એન્ટરપ્રાઈઝ નામની દુકાન ધરાવતા ખોજા મનસુર અલી ગુલાબ હુસેન લાખાણી (ઉ.૬૫) ગત તા. ૨૦-૯ના રોજ તેમના ઘરેથી ગુમ થયેલ હતા બાદમાં ભાયાવદર પોલીસમાં ગુમ થયાની ફરિયાદ દાખલ થયેલ હતી. બાદમાં ગઇકાલે બપોરના સમયે તળાવમાંથી લાશ મળી આવેલ છે.

લોકોમાં જાણવા મળેલ વિગત મુજબ મરનાર મનસુર અલીની પત્ની બીમારીના કારણે મોત થયેલ હતું. ત્યારબાદ મનસુરભાઈને લાગી આવતા આ પગલું ભરેલ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ભાયાવદર પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ એમ.કે. રંગપરાએ હાથ ધરેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here