ઉપલેટાઃ ઢાંકમાં પાંચ શખ્સોને શિકાર બનાવનાર દિપડો પાંજરે પુરાયો

0
213
Share
Share

ધોરાજી, તા.૨૧

છેલ્લા કેટલાક દિવસથી ઢાંક ગામના માકેસર સિમ વિસ્તારમાં બકરાનું તેમજ વિહારકા સિમ વિસ્તારમાં ૧ કુતરાનું મળી કુલ પાંચ પશુઓનું મારણ દીપડાએ કરેલ હોવાની જાણ ઢાંક ગામના રહીશો તેમજ સરપંચ દ્વારા ઉપલેટા સામાજિક વન વિભાગ ને જાણ કરવામાં આવતા છેલ્લા પાંચ દિવસ થી ઢાંક માં સંભવિત લોકેશન પર પાંજરું ગોઠવેલ હતું.

જેમાં ગઇકાલે ઢાંક ગામની વિહારકા સિમ વિસ્તારના આવેલ ભુપતભાઈ માંકડની વાડીએ પાંજરું મુકેલ હતું જેમાં, સાંજ ના ૮ઃ૩૦ કલાકે દીપડો(માદા) (સંખ્યા ૧) પુરાય ગયેલ, જેની ઉમર આશરે ૪ વર્ષ છે, તેમજ તંદુરસ્ત છે, જેને હાલ સામજિક વનીકરણ રેન્જ હસ્તક ની મોજીરા નર્સરી પર રાખવામાં આવેલ છે. આ કામગીરીમાં આર.એફ.ઓ. એમ.એન.કચોટ, એમપી વરાણીયા રમેશભાઇ વાઘેલા વગેરે આ કામગીરીમાં જોડાયા હતા.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here