ઉપરકોટમાં રિનોવેશન દરમિયાન ૫૦૦ વર્ષ જૂનો બુગદો ખોલાયો

0
29
Share
Share

માંડલિક આ બુગદામાં બે માળના મકાનમાં રહેતા હોવાનું ઇતિહાસમાં વર્ણન

જૂનાગઢ, તા. ૧૬

જૂનાગઢના ઉપરકોટમાં હાલ ચાલી રહેલી રિનોવેશનની કામગીરી દરમિયાન રાજાનું ૫૦૦ વર્ષ જૂનું ગુપ્ત આવાસ ખોલવામાં આવ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે.

જૂનાગઢના ઉપરકોટમાં હાલ રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. ત્યારે બગીચા અને તળાવની નજીક ૫૦૦ વર્ષ જૂનો બુગદો ખોલવામાં આવ્યો  છે. જેનો એક માળ  જમીનમાં છે. પગથિયા ઉપરથી નીચે થઇ ઉપર જઈ શકાય છે. અગાઉ અસામાજિક તત્વો આ બુગદા માં અંદર પ્રવેશ કરતા સામાન્ય પ્રજા માટે આ જગ્યાઓ બંધ કરવામાં આવી હતી, ત્યારે રીનોવેશન ચાલતું હોય આ જગ્યા ખોલવામાં આવી છે

આ અંગે ઉપરકોટનાં ગાઇડના જણાવ્યા અનુસાર ચુડાસમા વંશનાં છેલ્લા રા’ માંડલીક ભૂતકાળમાં આ બુગદામાં રહેતા હતા એ સમયે ઓટલા સાથે બે માળનું પાકું મકાન એક જ હતું. બેસવા માટે વ્યવસ્થા તેમજ બાલ્કની પણ હતી, ૩૦ વર્ષથી વધુ સમય રા’માંડલીક આ મહેલમાં રહ્યાં હોવાનું ઇતિહાસમાં જાણવા મળે છે.

આ ઉપરાંત આ ખોલવામાંંં આવેલ બુુુગદ્દામાં ટોપનું મુખ બહારની તરફ રહે તેવી જગ્યા છે તેથી યુદ્ધના સમયે પણ આ જગ્યાનો ઉપયોગ થતો હોવાનું મનાઈ રહ્યું છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના ઉપરકોટમાં હાલ ચાલી રહેલી રિનોવેશનની કામગીરી દરમિયાન આ પહેલા માટીનાં વાસણનાં અવશેષો મળી આવ્યાં હતાં. અને હવે રાજાનું ૫૦૦ વર્ષ જૂનું ગુપ્ત આવાસ ખોલવામાં આવ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here