ઉના : સોંદરડા ગામ નજીક ટ્રક હડફેટે બાઈક ચાલક પત્નિનું મોત, પતિને ઈજા

0
21
Share
Share

ઉના, તા.૨૮

ઉના પંથકમાં ટ્રક ચાલકો બેફામ ટ્રક ચલાવી અકસ્માતે કરે છે જેમાં ઉના તાલુકાનાં સનખડા ગામના જયવંતભાઈ ધીરૂભાઈ ગોહીલ ઉ.વ.૨૫ ત્થા તેમના પત્ની કૈલાસબા જયવંતભાઈ ગોહીલ ઉ.વ.૨૨ જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ તરફથી ઘરે મોટર સાયકલ ઉપર સનખડા આવી રહયા હતા ત્યારે સોંદરડા ગામના પાટીયા પાસે એક કાળમુખા ટ્રકનાં ચાલકે બેદરકારીથી ટ્રક ચલાવી મોટર સાયકલને હડફેટે લેતા મોટર સાયકલ ઉપરથી પતિ-પત્નિ પડી જતા કૈલાસબાનું ટ્રકના વ્હીલ નીચે માથુ આવી જતા સ્થળ ઉપર મૃત્યુ થયુ હતુ અને જયવંતભાઈને હાથમાં ફ્રેકચર ત્થા શરીરે ઈજા પહોંચતા ઉના દવાખાને સારવાર માટે ખસેડેલ છે. ઉના પોલીસમાં ટ્રક ચાલક સામે અકસ્માત કરી તેમની પત્નીનું મોત નિપજાવ્યાની ફરીયાદ નોંધાવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here